એક શિક્ષિકા એ અગમ્ય કારણસર ગળે ફાંસો ખાઇ ટૂંકાવ્યો પોતાનો જીવન
સંઘપ્રદેશ દાદરાનગર હવેલીના સેલવાસ ખાતે ક્રિષ્ના કોમ્પ્લેક્સમાં રહેતી અને વ્યવસાયે શિક્ષિકા હિનાબેન યોગેશભાઈ હળપતિએ 20 દિવસ પહેલા ઘરમાં ફાંસો ખાઇ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જે બાદ તેણીને તરત જ સેલવાસ વિનોબા ભાવે હોસ્પિટલમાં દાખલ કરી જીવ બચાવવાના પ્રયાસ કરાયો હતો. જોકે, 20 દિવસની સારવાર બાદ આખરે શિક્ષિકાએ દમ તોડી દીધો હતો. મૃતકના પિતાએ દીકરીના મૃત્યુ પાછળનું કારણ સાસરિયાંને જવાબદાર ઠેરવ્યા છે. જાણવા મળતી માહિતી અનુસાર સેલવાસના ક્રિષ્ણા કોમ્પલેક્સમાં રહેતા હિનાના લગ્ન યોગેશ સાથે 6 વર્ષ પહેલા થયા હતા. હિના હળપતિ સેલવાસમાં એક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતી હતી. હિનાએ 20 દિવસ પહેલા પોતાના ઘરમાં અગમ્ય કારણસર ગળે ફાંસો ખાઇ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જો કે, તેને તુરંત નીચે ઉતાર્યા બાદ વિનોબા ભાવે સિવિલમાં સારવાર માટે ખસેલડાવમાં આવ્યા હતા. જ્યાં તેમનું લાંબી સારવાર બાદ મોત નીપજ્યું હતું.