અંજારમાં આવેલ પૂજારા ટેલીકોમમાથી 9.20 લાખની તસ્કરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ
અંજારમાં આવેલ પૂજારા ટેલીકોમમાથી મોબાઈલ અને રોકડ સહિત કુલ 9.20 લાખની તસ્કરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે પરીન્દભાઈ રાજેશભાઈ અંજારીયા દ્વારા ફરિયાદ નોંધવવામાં આવેલ છે. નોંધાવેલ ફરિયાદ અનુસાર ગત તા 20/11 ના રાતના અરસામાં તેઓ દુકાન બંધ કરીને ગયેલ હતા. ત્યાર બાદ ગત દિવસે તા 21/11ના સવારના અરસામાં દુકાનમાં જોતાં અલગ અલગ કંપનીના મોબાઇલ તેમજ દુકાનમાં રાખેલ રોકડ રૂપિયા 24,000 હાજર મળ્યા ન હતા. સૂત્રો દ્વારા મળેલ માહિતી મુજબ આ દુકાનમાથી કોઈ અજાણ્યા ઈશમો રોકડ તેમજ મોબાઇલ સહિત કુલ 9,20,936ની તસ્કરી કરી પલાયન થઈ ગયેલ હતા. પોલીસે આ મામલે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.