ગાંધીધામમાં અમુક ઈશમો દ્વારા ગેરકાયદેસર રીતે જમીન પર કબ્જો કરી દુકાનો બનાવી ભાડે આપી દેવામાં આવતા લેન્ડ ગ્રેબિંગ તળે ફરિયાદ નોંધાઈ
ગાંધીધામમાં અમુક ઈશમો દ્વારા ગેરકાયદેસર રીતે જમીન પર કબ્જો કરી દુકાનો બનાવી ભાડા પર આપી દેવામાં આવતા આરોપી ઈશમો વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ તળે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે હરેશ દેવનદાસ ભોજવાણી દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. નોંધાવેલ ફરિયાદ અનુસાર ગાંધીધામમા ફરિયાદીની માલીકીની જમીન છે જેના પર અમુક ઈશમો દ્વારા કબ્જો કરી ત્યાં દુકાનો બનાવી ભાડે આપ્યા બાદ ભાડા ઉઘરાવે છે. જેથી આરોપી ઈશમો વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ તળે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. પોલીસે આ મામલે ફરિયાદ નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.