વાહનચોરી અને મગફળી ચોરીના વણશોધાયેલ ગુન્હાઓ શોધી કાઢતી નખત્રાણા પોલીસ
. મ્હે.પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર.મોથલીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી મહેન્દ્ર બગડીયા સાહેબ પશ્ચિમ કચ્છ ભુજ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી બી.બી.ભગોરા સાહેબ નખત્રાણા વિભાગ નખત્રાણા નાઓએ ચોરીના વણ શોધાયેલ ગુન્હાઓ શોધી કાઢવા સુચના આપેલ.
જે અનુસંધાને નખત્રાણા પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. શ્રી ડી.આર.ઈસરાણી સાહેબ નખત્રાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ મો.સા.ચોરીના તથા મગફળીના ચોરીના વણ શોધાયેલ ગુન્હાઓ શોધી કાઢવા માટે ખંતપુર્વક પ્રયત્નો કરવા માર્ગદર્શન તથા જરૂરી સુચનાઓ આપેલ જે અનુસંધાને નખત્રાણા પો.સ્ટે.ના સર્વેલન્સ સ્ટાફના માણસો પેટ્રોલિગમાં હતા તે દરમ્યાન પો.કોન્સ મયંકભાઇ જોષી તથા પો.કોન્સ મોહનભાઇ ગઢવી નાઓને સચોટ બાતમી હકીકત મળેલ કે નખત્રાણા ગણેશનગર ખાતે રહેતો રામજી ઉર્ફે બાયજો ખીમજી કોલી જે રામેશ્વર વિસ્તાર માંથી થયેલ મો.સા.ચોરીમાં સંડોવાયેલ છે. જે હાલે આ મો.સા. લઈને જાડાય ગામથી ગણેશનગર બાજુ આવે છે જે હકીકત અનુસંધાને વર્કઆઉટ કરી ઉપરોક્ત ઇસમને પકડી તપાસ કરતા ચોરી થયેલ મો.સા.મળી આવેલ તથા આરોપીને પોલીસ સ્ટેશને લાવી યુક્તિ-પ્રયુક્તીથી પુછપરછ કરતા તેણે સાંઈ જલારામ સોસાયટી માંથી અન્ય એક મો.સા.તથા વાડી અને ગોડાઉનમાંથી મગફળીની બોરીઓ નંગ-૨૨ ચોરી કરેલ હોવાનું કબુલાત આપેલ જેથી આરોપી ને અટક કરી અને ચોરીમાં ગયેલ નીચે મુજબનો તમામ મુદ્દામાલ રીકવર કરતી નખત્રાણા પોલીસ.
આરોપીના નામ સરનામા:-
(૧)રામજી ઉર્ફે બાયજો ખીમજી કોલી ઉવ.૨૯ રહે.ગણેશનગર, નખત્રાણા
શોધાયેલ ગુન્હાઓ
(૧) નખત્રાણાપો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.ન.-૧૦૨૬/૨૦૨૩ ઇ.પી.કો. કલમ ૩૭૯
(૨) નખત્રાણાપો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.ન.-૧૧૩૭/૨૦૨૩ ઇ.પી.કો. કલમ ૩૭૯
(3)નખત્રાણાપો.સ્ટે. પાર્ટએ ગુ.ર.ન.-૧૧૩૯/૨૦૨૩ ઇ.પી.કો. કલમ ૪૪૭,૩૭૯
કબ્જે કરેલ મુદામાલ:-
(૧)રામેશ્વર પાસેથી ચોરીમાં ગયેલ મોટરસાયકલ જેના રજી. નંબર- જીજે ૧૨ બી.એમ.
૧૨૮૮ જેની કિ.રુ.૨૦,૦૦૦/-
(૨) સાંઇ જલારામ સોસાયટી માંથી ચોરીમાં ગયેલ મોટરસાયકલ જેના રજી. નંબર- જીજે ૧૨ ડી.એન.૮૭૦૦ જેની કિ.રુ. ૨૫,૦૦૦/-
૩) વાડી તથા ગોડાઉન માંથી ચોરી કરેલ મગફળીનીબોરીઓ નંગ-૨૨ જેની કિં.રુ.૮૩,૬૦૦/- એમ કુલ્લે કિ.રૂ.૧,૨૮,૬૦૦/- નો મુદ્દામાલ
કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારીઓ:-
ઉપરોક્ત કામગીરીમાં પો.ઈન્સ.શ્રી ડી.એસ.ઈશરાણી સાહેબ તથા એ.એસ.આઈ યશવંતદાન ગઢવી તથા પો.કોન્સ.મયંકભાઈ જોષી તથા પો.કોન્સ.મોહનભાઈ ગઢવી તથા પો.કોન્સ.વનરાજસિંહ જાડેજા તથા પો.કોન્સ.મહેન્દ્રસિંહ બારડ તથા પો.કોન્સ.મુકેશભાઈ મોદી એ રીતેના પોલીસ સ્ટાફના માણસો જોડાઈ સફળ કામગીરી કરેલ.