અંજાર મેઘપર બોરીચી વિસ્તારમાં થયેલ અપહરણ (ખંડણી) તેમજ ખુનના ચકચારી ગુનાનો ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલતી પુર્વ-કચ્છ (ગાંધીધામ) પોલીસ
મે.પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા ગંભીર પ્રકારના મિલકત તેમજ શરીર સંબંધી ગુનાઓ બનતા અટકાવવા તેમજ શોધી કાઢવા અને ખાસ સુચના આપવામાં આવેલ હોઈ અને સ૨હદી રેન્જ, ભુજના મહે.પોલીસ મહાનિરીક્ષક શ્રી, જે.આર. મોથાલીયા સાહેબના માર્ગદર્શન હેઠળ ગંભીર પ્રકારના બનતા ગુનાઓ અટકાવવા તેમજ શોધી કાઢવા સારૂ પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ પુર્વ-કચ્છ ગાંધીધામ દ્વારા અંજાર તથા ભચાઉ વિભાગના નાયબ પોલીસ અધિક્ષકશ્રીઓને તેમના સુપરવિઝન હેઠળ જીલ્લાના પોલીસ સ્ટેશન વિસ્તારોમાં સી.સી.ટી.વી કેમેરા લગાડી સર્વેલન્સ ગોઠવી તેમજ ખાનગી બાતમીદારોથી અપહરણ, ખુન તેમજ ખુનની કોશીશ જેવા ગંભીર પ્રકારના ગુનાઓ અટકાવવા તેમજ શોધી કાઢવા સારૂ સુચના અને માર્ગદર્શન જીલ્લાના થાણા અધિકારીશ્રીઓને આપવામાં આવેલ
ગઈ તા.૦૭/૧૧/૨૦૨૩ ના રોજ પુર્વ કચ્છ (ગાંધીધામ) જીલ્લાના અંજાર પોલીસ સ્ટેશનમાં ફસ્ટ ગુ.૨.ન.૧૧૯૯૩૦૦૩૨૩૧૧૭૩/૨૦૨૩ આઈ.પી.સી. કલમ ૩૬૪(એ) મુજબનો અપહ૨ણ તેમજ ખંડણી અંગેનો ગુનો જાહેર થતા ગુનાની ગંભીરતાને લઈ પોલીસ ઇન્સ્પેક્ટર એસ.ડી.સિસોદીયાનાઓ તથા પોલીસ ઇન્સ્પેક્ટર એન.એન.ચુડાસમા, એલ.સી.બી પુર્વ કચ્છ ગાંધીધામ નાઓએ અંજાર પોલીસ તથા લોકલ ક્રાઈમ બ્રાંચ તથા એસ.ઓ.જી. પુર્વ કચ્છ ગાંધીધામ નાઓએ ફરીયાદીના ઘરની વિઝીટ લેતા અને ફરીયાદીએ પોતાની ફરીયાદમાં જાહેર કરેલ કે મરણજનાર યશ સન/ઓફ સંજીવકુમાર તોમર ઉ.વ.૧૯ ૨હે. મ.નં.૪ મંગલમ રેસીડેન્સી સર્વે નં.૧૭૫ મેઘપર બોરીચી તા.અંજાર વાળો ગઈ તા.૦૬/૧૧/૨૦૨૩ ના રોજ સવારના આશરે સવા દશેક વાગ્યે આદિપુર કોલેજ જવા સારૂ પોતાની કબ્જાની હિરો પ્લેઝર જેના રજી નં.જી.જે.૧૨ ઈ.એફ.૮૮૩૨ વાળુ સ્કુટર લઈને નીકળેલ અને સાંજના ફરીયાદીએ તેમના દિકરા યશને ફોન કરતા કોઈ અજાણ્યા ઈસમે અજાણ્યા નંબરથી સવા કરોડની ખંડણી માંગણી કરેલ તે અંગેની ફરીયાદીએ જાહેરાત કરેલ હોઈ જે ગુનાની ગંભીરતાને લઈ અધિકારીશ્રીઓએ અંજાર પોલીસ, લોકલ કાઈમ બ્રાંચ, એસ.ઓ.જી તથા અંજાર ડીવીઝનના જુદા જુદા પોલીસ સ્ટેશનના માણસોની અલગ અલગ ૧૫ જેટલી ટીમો બનાવી તેમજ ટેકનીકલી તેમજ હ્યુમનસોર્સીસ આધારે પણ અલગ અલગ દિશાઓમાં તપાસ શરૂ કરવામાં આવેલ તેમજ કોઈપણ રીતે તપાસને દિશા મળતી ન હોઈ દરમ્યાન પોલીસ ટીમ દ્વારા મરણજનારનો આવવા તથા જવાનો રૂટ નક્કી કરી તેમજ આજુબાજુ વિસ્તારોના સી.સી.ટી.વી ફુટેજોના બેકઅપ મેળવી ટીમો દ્વારા સતત એનાલીસીસ ચાલુ રાખી તપાસ દરમ્યાન મરણજનાર સાથે તેમના જવાના રૂટ ઉપર પાછળ એક ઈસમ કોલેજનુ બેગ લઈને બેસેલાનુ એનાલીસીસ દરમ્યાન ફલીત થતા તે અજાણ્યા ઈસમ કોઈ વિધાર્થી કે મિત્ર હોવાનુ પ્રાથમીક દ્રષ્ટીએ જણાઈ આવેલ તેમજ મરણજનાર દ્વારા તેના મોબાઈલ થી સોસીયલ મેડીયામાં (સ્નેપ ચેટ) ઉપર મિત્ર વર્તુળમાં બાવળોની ઝાડીઓ દેખાતી હોઈ તેવો વીડીઓ વાયરલ કરેલ હોઈ જે વીડીઓ દ્વારા પોલીસ ટીમ વીડીઓમાં વાયરલ થયેલ જગ્યા જે ગાંધીધામ ટાગોર રોડ પંચમુખી હનુમાન મંદિરની પાછળની બાવળોની ઝાડીઓ હોવાનુ ટુંક જ સમયમાં શોધી કાઢી તેમજ તે જગ્યા ઉપર કંઇક શંકાસ્પદ દાટેલ હોવાનુ ફલીત થતા ઉપરી અધિકારીશ્રીઓની ટીમ દ્વારા તે જગ્યાને ખોદાવી જોતા ખાડાની અંદર એક લાશ હોવાનુ તેમજ તે લાશ ખુન થયેલ હોવાનુ ફલીત થતા જે પ્રાથમીક દ્રષ્ટીએ અપરહણ થયેલ મરણજનાર યશ તોમ૨ની લાશ હોવાનુ જણાઈ આવતા જે લાશની પરીવાર દ્વારા ઓળખ કરાવી અધીકારીશ્રીઓ તથા પોલીસની ટીમો દ્વારા તે દિશામાં સઘન તેમજ ઉંડાણપુર્વક તપાસ કરી રહેલ હતા તે દરમ્યાન સી.સી.ટી.વી ફુટેઝ એનાલીસીસમાં મરણજનાર યશ તોમરની પાછળ બેસેલ ઈસમ ટ્રેસ થયેલ અને તેને પોતાની ઓળખ છતી ન થાય તે સારૂ પોલીસને ગુમરાહ કરવા માટે પોતાનો પેહરવેશ કોલેજ સ્ટુડંટ જેવો પહેરવેશ પેહરેલ હોઈ પરંતુ સી.સી.ટી.વી ફુટેઝમાં મેઘપર બોરીચી તેમજ આદિપુર વિસ્તારોમાં અવાર નવાર ટ્રેસ કરતા આરોપીએ ૨સ્તામાં ક્યાંક કપડા બદલાવી નાખેલ હોવાનુ સી.સી.ટી.વી ફુટેઝ એનાલીસીસ દ્વારા જણાઈ આવેલ હોઈ તેમજ તેની સાથે અન્ય ઈસમ સંકળાયેલ હોવાનુ સી.સી.ટી.વી ફુટેઝ એનાલીસીસમાં જણાઈ આવેલ હોઈ જેથી પોલીસ ટીમો દ્વારા લગભગ અંજાર, મેઘપર બોરીચી, આદિપુર જી.આઈ.ડી.સી વિસ્તાર, મણીનગર, આદિપુર બસ સ્ટેશન રોડ, અંતરજાળ વિસ્તારમાંથી લગભગ ૦૯.૫ કિલીમીટર સુધી ટ્રેસ કરી તેમજ આશરે ૩૫૦ જેટલા સી.સી.ટી.વી કેમેરાઓના બેકઅપ લઈ આશરે ૧૨૦૦ જી.બી. જેટલો ડેટા કલેક્ટ કરી તેનુ એનાલીસીસ કરી આરોપીની તેમજ એક્ટીવાની ઓળખ છતી કરી બાદમાં ટેકનીકલ તથા હ્યુમન સોર્સ આધારે બનેલ ગંભીર ગુનાનો ભેદ ઉકેલી આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ અને આગળની તપાસ ચાલુમાં છે.
પકડાયેલ આરોપીઓ :-
(૧) રાજેન્દ્રકુમાર ઉર્ફે રાજુ નરશીભાઈ કાલરીયા (પટેલ) ઉ.વ.૫૯ ૨હે હાલે જલારામનગર મ.ન.૫૧ અંતરજાલ તા.ગાંધીધામ કચ્છ મુળ રહે ડી/૩૦૫ શ્રી પદ એપાર્ટમેન્ટ વિશ્વાસ સીટી-૭ ગોતા અમદાવાદ મુળ વતન જામવાલી તા.જામજોધપુર જી.જામનગર
(૨) કિશન માવજીભાઈ સીંચ (મહેશ્વરી) ઉ.વ.૪૦ રહે.વાવાઝોડા કેમ્પનગર ગણેશનગર ગાંધીધામ કચ્છ
કબ્જે કરેલ મુદ્દામાલ :-
રેડી દરમ્યાન તેમજ ગુનામાં વાપરેલ વાહનો
(૧) એક્ટીવા જેના રજી નંબર જી.જે.૧૨ બી.જી.-૫૮૬૯ જેની કિ.રૂ.૨૦, ૦૦૦/-
(૨) મો.સા. જેના ૨જી નંબર જી.જે.૧૨-ઈ.એ.-૭૩૬૧ જેની કિ.રૂ.૪૦, ૦૦0/- (3) આરોપીઓના કબ્જામાંથી મળી આવેલ મો. ફોન નંગ-૦૨ જેની કિ.રૂ.૧૦, 000/-
ગુનાને અંજામ આપવાનો હેતુ
પકડાયેલ આરોપીઓ પૈકી રાજેન્દ્રકુમાર ઉર્ફે રાજુ કાલરીયા (પટેલ) રહે ગાંધીધામ વાળો હાલે સીટ કવર રીપેરીંગનો કામ કરતો હોઈ જે આજ થી પાંચ વર્ષ પહેલા આર્થિક રીતે સધ્ધર હોઈ પરંતુ અચાનક ધંધામાં નુકશાન આવતા ગાડીઓ વેચાઈ જતા ધંધો ઠપ થઈ જતા દેવુ વધી ગયેલ જેથી દેવામાંથી બહાર આવવા તેના પરીવારને અમદાવાદ મુકામે રહેવા માટે મોકલી દીધેલ અને આરોપી અને ફરીયાદીનો પરીવાર પાંચ વર્ષ પહેલા વરસામેડી વિસ્તારમાં આવેલ બાગેશ્રી -૦૫ માં એક જ સોસાયટીમાં રહેતા હોઈ અને બન્ને પરીવારો એકબીજાના પરીચયમાં હોઈ અને આરોપી જાણતો હોઈ ફરીયાદીનો પરીવાર આર્થિક રીતે સધ્ધર હોઈ જેથી દેવામાંથી બહાર નીકળવા આરોપી પોતે અહિયા આદિપુર મુકામે એકલો રહી આયોજન પુર્વક પાંચ વર્ષ પહેલા ડમી સીમકાર્ડ ખરીદી અપહરણ, ખંડણી (ખુન) જેવા ગુનાને અંજામ આપવા વિચારી અન્ય એક આરોપીને સદર ગુનાને અંજામ આપવા આર્થિક લોભ લાલચ આપી સદર ગુનાને અંજામ આપવા બાવળોની ઝાડીઓમાં ખાડો ખોદી તેમજ મરણજનારની આવવા જવાના રસ્તાની રેકી કરી કોલેજ જવાના સમય દરમ્યાન મરણજનારને ઉભુ રખાવી તેને પોતાની એકટીવા ખરાબ થઈ ગયેલ હોવાનુ કહી અને ધંધાની સાઈટ ઉપર મુકવા માટે કહીને લઈ જઈ બાવળોની ઝાડીઓમાં સદર ખુન, અપહરણ તથા ખંડણી જેવા ગુનાને બો આરોપીઓ સાથે મળીને અંજામ આપેલ અને આરોપીએ પોલીસને ગુમરાહ કરવા માટે પોતાનો વેશ પેહરવેશ બદલી તેમજ બનાવને અંજામ આપતી વખતે પોતાના મોબાઈલ ફોનનો ઉપયોગ ન કરી ડમી સીમ કાર્ડથી ફરીયાદીને ફોન કરી ગુનાને છુપાવવા માટે પોલીસને ગુમરાહ કરવાની આયોજન પુર્વક ગુનાને અંજામ આપેલ. સદર કામગીરી નીચે મુજબના અધિકારી શ્રી તથા કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલ છે.
૧) શ્રી એમ.પી.ચૌધરી સાહેબ નાયબ પોલીસ અધિક્ષક અંજાર વિભાગ અંજા૨
(૨) શ્રી એન.એન.ચુડાસમા પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી પુર્વ કચ્છ ગાંધીધામ
(3) શ્રી એસ.ડી.સિસોદીયા પોલીસ ઈન્સ્પેક્ટર અંજાર પોલીસ સ્ટેશન
(૪) શ્રી એમ.એમ.ઝાલા પોલીસ સબ ઈન્સ્પેક્ટર એસ.ઓ.જી પુર્વ કચ્છ ગાંધીધામ
(૫) શ્રી ડી.જી.પટેલ પોલીસ સબ ઈન્સ્પેક્ટર અંજાર પોલીસ સ્ટેશન
(૬) એલ.સી.બી. એસ.ઓ.જી. બ્રાંચના માણસો તથા અંજાર ડીવીઝનના અંજાર, ગાંધીધામ એ. ડીવીઝન તથા આદિપુર પોલીસ સ્ટેશનના માણસોની અલગ અલગ કુલ-૧૫ ટીમો