માધાપર જેવા વિકસિત ગામમાં બે પંચાયત હોવા છતાં મુશ્કેલીઓ યથાવત્ત….
માધાપરમાં બે બે પંચાયતો હોવા છતાં પણ કેટલાક પ્રશ્નો હલ થઈ શક્યા નથી. શું કરી રહ્યા છે. સરપંચ અને પંચાયતના સભ્યો….? કેટલાક સ્થળોએ ગંદકી ઘર કરીને બેસી ગઈ હોય તેવું લાગી રહ્યું છે…તેમજ માધાપરમાં ઉભરાતી ગટરોની સમસ્યાથી તો હર કોઈ વાકેફ જ છે….ઉપરાંત માધાપરમાં રખડતાં ઢોરોનો ત્રાસ પણ વધી રહ્યો છે. ખુલ્લે આમ હાઈવે પર આંખલાઓ બાઝતા જોવા મળી રહ્યા છે. જેથી વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડે છે. શું આ પ્રશ્નોનો નિકાલ આવવો જરૂરી નથી…??