મુન્દ્રાના વેપારી સાથે રૂા. 15 લાખની ઠગાઇ થતાં ફરિયાદ નોંધાઈ

copy image

copy image

ભુજ તાલુકાનાં દુર્ગાપુર-ભારાપર વચ્ચે ભારાપરના સીમ વિસ્તારમાં બે પ્લોટના સોદા પેટે મુન્દ્રાના વેપારી સાથે દુર્ગાપુરના બે ભાઇઓએ રૂ.15 લાખની ઠગાઈ કર્યા હોવાની ફરિયાદ માંડવી પોલીસ મથકે નોંધાઈ છે. સૂત્રો દ્વારા મળેલ માહિતી મુજબ દુર્ગાપુર-ભારાપર વચ્ચે ભારાપરના સીમ વિસ્તારમાં બે પ્લોટના સોદા પેટે મુન્દ્રાના વેપારીએ દુર્ગાપુરના બે ભાઇને રૂા. 15 લાખ આપ્યા બાદ દસ્તાવેજ ન બનાવી ઠગાઈ કરેલ છે. આ મામલે માંડવી પોલીસ મથકે નોંધાવેલ ફરિયાદ અનુસાર ગત જુલાઇ માસમાં માંડવીમાં ભારાપરની સીમના સર્વે નં. 21 પૈકી 3ના પ્લોટ નં. 27 અને 28નો સોદો નક્કી કર્યા બાદ બે ભાઇ એવા આરોપી પ્રદીપ મોહનલાલ સેંઘાણી અને કાંતિલાલ મોહનલાલ સેંઘાણીને સોદા પેટે રૂા. 7.50  અને 7.50 લાખ એમ 15 લાખ આપી સાટાકરાર કરેલ હતા. ઓગસ્ટમાં ફરિયાદી બાકીના નીકળતા રૂપિયા આપવા તૈયાર હોઇ દસ્તાવેજ કરાવી આપવા અખબારમાં જાહેર નોટિસ તથા વકીલ મારફત રજિસ્ટર એ.ડી.થી જાણ કર્યા બાદ ફરિયાદીએ દસ્તાવેજ માટે આરોપીઓને ફોન કરતાં ઉપાડયો ન હતો અને હજુ સુધી પણ દસ્તાવેજ કરી આપવામાં ન આવતા તેમની સાથે રૂા. 15 લાખની આરોપીએ ઠગાઇ આચર્યા હોવાની ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. પોલીસે આ મામલે ફરિયાદ દાખલ કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.