ISISના મોટા આતંકી ષડયંત્રનો પર્દાફાશ

  ISISના મોટા આતંકી ષડયંત્રનો પર્દાફાશ. આતંકીઓ દ્વારા  ભારત દેશના મોટા બે શહેરોમાં હાલ સુધીનો સૌથી ભીષણ વિસ્ફોટ કરવા કારસો રચાઈ રહ્યો હતો. ISISનો એક આતંકી સુરક્ષા એજન્સીઓના સકંજામાં આવી ગયેલ છે, જેની કબૂલાતમાં સનસની ખેઝ ખુલાસો સામે આવ્યો છે. આતંકીએ જણાવ્યું કે, ગુજરાત રાજયના અમદાવાદ અને ગાંધીનગર ISISના નિશાને હતા, જ્યાં મોટા ધડાકા કરવાની યોજના ઘડવામાં આવી હતી. ઉપરાંત મુંબઈના નરીમન હાઉસ અને ગેટવે ઓફ ઈન્ડિયા પર પણ આતંકી હુમલાનો   ISISનો માનશુબો હતો. દેશના કેટલાક મહત્વના સૈન્ય મથકો પણ ISISના નિશાના પર હતા. સૂત્રો દ્વારા મળેલ માહિતી મુજબ ઝડપાયેલા આતંકીની પૂછપરછ કરતાં સામે આવ્યું કે, દેશના મહત્વના સૈન્ય મથકોની રેકી કરવામાં આવેલ હતી અને તેની તસવીરો પાકિસ્તાન અને સીરિયા મોકલવામાં આવી હતી. અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના કેટલાક છાત્રો શંકાના આધારે સુરક્ષા એજન્સીઓના રડાર પર હતા. ISISએ પુનાને આતંકી હુમલાના પ્લાનિંગનું ટેરર પોઈન્ટ બનાવેલ હતું. જેણે ખુલાસો કર્યો છે કે, ISISના ઓપેરિટવની ઉંમર 31 વર્ષ અને નામ શાહનવાઝ છે. મળેલ માહિતી મુજબ, તેની પત્ની હિન્દુ હતી, જેને ઈસ્લામ અંગીકાર કરાવી  મુસ્લિમ બનાવવામાં આવેલ છે. બન્નેની મુલાકાત એએમયુમાં થઈ હતી. ત્યાર બાદ તેની પત્ની પણ આતંકી ગતિવિધિઓમાં સામેલ થઈ હતી. શાહનવાઝ અલકાયદા આતંકી અનવર અવલાકીથી પ્રભાવિત હતો, જે અમેરિકી એરસ્ટ્રાઈકમાં માર્યો ગયો હતો. ત્યાર બાદમાં શાહનવાઝ હિઝબ ઉત તાહીર નામના સંગઠન સાથે જોડાઈ ગયો હતો, જ્યાં જેહાદી વિચારધારા વાળા અન્ય સાથે તેની મુલાકાત થઈ હતી. શાહનવાઝનો ગુરુ અનવર અવલાકી હતો, જે અલ-કાયદાનો ટોચનો આતંકવાદી હતો અને અમેરિકી સેનાના હુમલામાં ઠાર મરાયો હતો.