૧૦૦ કરોડનું પોન્ઝી સ્કીમ કૌભાંડ : અભિનેતા પ્રકાશ રાજને ઇડીના તેડાં
ઇડીએ ત્રિચી સ્થિત જ્વેલરી ગુ્રપની વિરુદ્ધ ૧૦૦ કરોડ રૃપિયાના પોન્ઝી કૌભાંડથી સંકળાયેલા મની લોન્ડરિંગ કેસમાં પૂછપરછ કરવા માટે અભિનેતા પ્રકાશ રાજને સમન્સ પાઠવવામાં આવે છે તેવું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. અભિનેતા પ્રકાશ રાજને ઇડીએ ૧૦૦ કરોડ રૃપિયાના પોન્ઝી કૌભાંડ કેસમાં પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. ૫૮ વર્ષીય અભિનેતા પ્રકાશ રાજને આગામી સપ્તાહમાં ચેન્નાઇમાં ફેડરલ એજન્સીની સામે રજૂ થવા જણાવવામાં આવ્યું છે.