માંડવી ખાતે આવેલ વાંઢ ટીંબોમાં ચાર ટ્રકમાંથી 50 હજારનાં ડીઝલની તસ્કરી થતાં ચકચાર
માંડવી ખાતે આવેલ વાંઢ ટીંબોમાં ગત રાત્રિના સમયે ડીઝલની ટાંકીમાંથી કુલ રૂા. 50,600ના ડીઝલની ચોરી થતાં ચકચાર પ્રસરી છે. આ મામલે મળેલ માહિતી મુજબ માંડવી ખાતે આવેલ વાંઢ ટીંબોમાં ગત રાત્રિના સમયે અમુક અજાણ્યા ચોર ઈશમોએ ચાર ટ્રકને નિશાન બનાવી ડીઝલની ટાંકીમાંથી કુલ રૂા. 50,600ના ડીઝલની ચોરી કર્યા હોવાની ફરિયાદ પોલીસ મથકે નોંધાઇ છે. આ ચોરી મામલે અંગે ટ્રાન્સપોર્ટના વ્યવસાયી વાંઢ ટીંબોના ચાંપશીભાઇ ગાપલભાઇ માતંગે ગઢશીશા પોલીસ મથકે ફરિયાદ નોંધાવેલ છે. નોંધાવેલ ફરિયાદ અનુસાર તેમના ઘરની બહાર પાર્ક કરેલી તેમની બે ટ્રકના ડીઝલની ટાંકીના ઢાંકણા તોડી તેમાંથી કુલ 300 લિટર ડીઝલ જેની કિં. રૂા. 27,600 અને તેમના જ ગામના માલશીભાઇ મહેશ્વરીની ટ્રકમાંથી 200 લિટર કિં. રૂા. 18,400 તથા સુરેશભાઇ સંઘારની ટ્રકમાંથી 50 લિટર કિં. રૂા. 4600 એમ કુલે ચાર ટ્રકમાંથી રૂા. 50,600ના ડીઝલની ચોરી કોઈ અજાણ્યા ચોટ ઈશમ નાસી ગયેલ છે. પોલીસે આ મામલે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.