નખત્રાણામાંથી મોટરસાયકલની ચોરી

નખત્રાણાના મણિનગર વિસ્તારમાંથી મોટરસાયકલની ચોરી કરવામાં આવી છે. જે બાબતે નખત્રાણા પોલીસ સ્ટેશનમાં રાકેશ બાવાભાઇ ડોડીયાએ લખાવેલી ફરિયાદ પ્રમાણે તા.18 ગત રાત્રિના અરસામાં કોઈ અજાણ્યા ઇસમોએ ઘર પાસે પાર્ક કરવામાં આવેલી જીજે 1 એમઝેડ 5941 કિંમત રૂ.10,000ની તસ્કરી કરવામાં આવી હતી. જે બાબતે પોલીસે અજાણ્યા ઇસમો સામે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *