રાણાવાવમાં રોકડ દાગીના સહિત રૂ. 85,000ની માલમતાની તસ્કરી
પોરબંદરના રાણાવાવ ગામે અત્યાર સુધીમાં અનેક ધરફોડ તસ્કરીની ઘટનાઓ હજુ સુધી અનડીટેક્ટ છે. ત્યારે વધુ એક ઘરમાંથી રૂ.85,000ના દાગીના અને રોકડની તસ્કરી થતાં પોલીસ ફરિયાદ લખાવાઈ છે. રાણાવાવ પીપળીયા રસ્તા ઉપર ખોજા કબ્રસ્તાન અંજીક રહેતા ઉસ્માન હાજીઈસ્માઈલ સબદીયા નામના પ્રૌઢે એવી પોલીસ ફરિયાદ લખાવી છે કે, તેનું મોતીચોકમાં આવેલું જુનું ધર બંધ હતું. ત્યારે અજાણ્યા ઇસમોએ ધરમાં ધુસ્સીને સોનાના લોકેટ, સોનાની સાંકડવાળી, ચેઇન, લેડીઝ વીંટી, સોનાનો સિક્કો અને રૂ 63,000 ની રોકડ સહિત કુલ રૂ. 85,000નો મુદામાલ તસ્કરી લીધો છે. ઉલ્લેખનીય છે કે, રાણાવાવમાં અનેક ઘરફોડના ભેદ ઉકેલાયા નથી ત્યારે વધુ એક તસ્કરીની ફરિયાદ લખાવતા પોલીસ માટે ઇસમો પડકારરૂપ સાબિત થયા છે.