રામપર વેકરમાં આધેડ પર ચાર ઇસમો દ્રારા છરી વડે હુમલો
રામપર વેકરા ખાતે દિવાલ બનાવવા મુદે ઝધડો થતાં ચાર ઇસમોએ આધેડ પર છરી વડે હુમલો કર્યો હતો. આ બાબતે ગઢશીશા પોલીસ સ્ટેશને હુશેન અનવર કુંભાર(ઉ.વ.27 રહે.રામપર વેકરા) એ ફરિયાદ લખાવી છે કે, ઇસમોઓ સીધીક છતરેચા, હમીન સીધીક અને હનીફા અલ્તાફને તેના પિતા અનવર કુંભારે દિવાલ બનાવવાની ના પાડતા ઇસમોઓએ એક સંપ કરી માર મારી તેના પિતા પર છરી વડે હુમલો કરી ઇજાઓ કરી હતી. પોલીસે ચારેય ઇસમો વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.