ભુજ તાલુકાના સુખપરથી ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ
copy image

આઝાદીના શતાબ્દી પર્વ નિમિત્તે વિકસિત ભારત બનાવવાના સંકલ્પને ચરિતાર્થ કરવાના આશયથી સમગ્ર દેશ સાથે કચ્છના છ તાલુકામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરાયો હતો. ભુજના સુખપરથી આ યાત્રાએ પ્રસ્થાન કર્યું હતું. યાત્રાનો રથ સુખપર આવતાં ધારાસભ્ય કેશુભાઇ પટેલ, કલેકટર અમિત અરોરા, જિલ્લા વિકાસ અધિકારી એસ.કે.પ્રજાપતિ દ્વારા સ્વાગત કરવામાં આવેલ હતું. આ પ્રસંગે ધારાસભ્યશ્રી દ્વારા જાણવા મળ્યું કે, આ યાત્રાનો મૂળ હેતુ શહેરથી ગામડાના છેવાડાના લોકો સુધી સરકારની યોજનાઓની જાણકારી પહોંચે તથા પાત્રતા ધરાવતા નાગરિકને ઘર બેઠા તેનો લાભ મળે તેવો છે. કલેક્ટરશ્રીએ પૂરક વિગતો આપતાં જણાવ્યુ કે, છ રથ સતત બે માસ સુધી તમામ ગામમાં ફરશે.કાર્યક્રમમાં વિવિધ યોજનાના લાભાર્થીઓને સહાય ચેકનું વિતરણ કરવામાં આવેલ હતું. મેરી કહાની, મેરી જુબાની અંતર્ગત લાભાર્થીઓ દ્વારા પોતાના અનુભવ રજૂ કરવામાં આવ્યા હતા. સુખપરમાં આયુષ્યમાન ભારત યોજના, ઉજ્જવલા યોજના, પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના, સહિતની યોજનાઓનો સ્થળ પર લાભ આપવામાં આવેલ હતો.