કંડલામાં પ્રથમ ઈલેક્ટ્રીક લોકોમોટીવ ટ્રાયલ થયું

copy image

copy image

દીનદયાલ પોર્ટ ઓથોરિટી, કંડલા સુધીનું રેલવે ઈલેક્ટ્રીક કામ પૂર્ણ થઈ ગયા બાદ પ્રથમ વખત ઈલેક્ટ્રીક લોકોમોટીવ દોડાવીને કંડલા સુધી માલગાડી પહોંચાડવાનો ટ્રાયલ કરવામાં આવેલ હતું. પ્રથમ વખત થયેલ આ પ્રયોગ કંડલાના બહારી વિસ્તાર સુધી કરવામાં આવ્યો હતો, કારણ કે સરવા થી ઈફ્કો અને નાફતા સુધીનું વિધૃતિકરણનું કાર્ય હાલના સમયમાં ઝારી છે, તેમજ તુણા સુધીનું કાર્ય પોર્ટ દ્વારા કરવામાં આવશે. અહી નોંધનીય બાબત એ છે કે માળીયાના એક નાના ભાગને મુકીને કચ્છમાં સામખિયાળીથી મુંદ્રા સુધી અને ભુજ સુધીનું રેલવે વિધૃતિકરણ કાર્ય પુર્ણ થઈ ગયેલ છે.