ડીઆરઆઇના દરોડાના પગલે એક હજાર કરોડના કૌભાંડની થઈ પોલ પાધરી

copy image

આયાત કરવામાં આવેલ 24 કેરેટના એક ગોલ્ડ બિસ્કીટને 22 કેરેટનું દર્શાવી વિદેશમાં સોનાની પાટો એક્સ્પોર્ટ કરવામાં આવી રહી છે. એક્સ્પોર્ટ કરતી વેળાએ વિદેશમાં તૈયાર દાગીના એક્સપોર્ટ કરવામાં આવી રહ્યા છે. સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે છેલ્લા છ માસથી એક હજાર કરોડના દાગીના બતાવીને કેન્દ્ર સરકારની પોલીસીનું ખોટુ અર્થઘટન કરી સરકારી લાભ મેળવાઈ રહ્યા છે. દિલ્હી ડીઆરઆઇના દિલ્હીના અધિકારીઓ દ્વારા અમદાવાદમાં બે સ્થળે અને રાજકોટમાં દરોડા પાડવામાં આવેલ છે. ડીઆરઆઇના દરોડાના પગલે મસમોટાં કૌભાડની પોલ પાધરી થઈ છે.
સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર દિલ્હી ડીઆરઆઇની ટીમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, અમદાવાદમાંથી કેટલાક જવેલર્સ ગોલ્ડની આયાત કરી રહ્યા છે. અંદાજે 150થી 200 કિલોગ્રામ ગોલ્ડની આયાત કરતા હોય છે. હવે મોડસ ઓપરેન્ડી એવી છે કે, 24 કેરેટના એક ગોલ્ડ બિસ્કીટને ભઠ્ઠીમાં ગાળીને 22 કેરેટનુ બનાવાઈ રહ્યું છે. 22 કેરેટના ગોલ્ડની પાટો બનાવીને સાઉથ આફ્રિકા, દોહા, દુબઇ, મસ્કત સહિતના કેટલાક નાના દેશોમાં એક્સ્પોર્ટ કરવામાં આવે છે. હકિકતમાં કન્સાઇનમેન્ટમાં તૈયાર બનાવેલા દાગીના એક્સ્પોર્ટ કરાય છે તેવુ બતાવવામા આવે છે અને તેના પેમેન્ટ વિદેશથી આવે છે. એક્સ્પોર્ટની સામે વિદેશથી રો-મટિરિયલ્સ ડયુટી ફ્રી આયાત કરવાના લાભો મળતા હોય છે. છેલ્લા છ માસમાં એક હજાર કરોડની સોનાની પાટો વિદેશમાં પહોચી ગયેલ છે. જે અંગેની ડીઆરઆઇ દિલ્હીની ટીમ તપાસ કરી રહ્યું છે.