અદાણીની તપાસનો ડેડ એન્ડ: સેબી તપાસમાં હવે સુપ્રીમમાં મુદતની માંગ કરશે નહીં
હિડનબર્ગ રિપોર્ટના પગલે દેશના ટોચના અદાણી ગ્રુપ સામેની સિકયોરીટી એન્ડ એકસચેંજ બોર્ડ ઓફ ઈન્ડીયાની તપાસ ડેડ એન્ડ સુધી પહોંચેલ છે અને હાલમાં સેબી આ કામગીરીમાં સુપ્રીમ કોર્ટ પાસે વધુ સમયની માંગ કારશે નહી. સૂત્રો દ્વારા મળેલ માહિતી મુજબ સુપ્રીમ કોર્ટ નિયુક્ત નિષ્ણાંતોની કમીટીએ અગાઉ જ તેના વચગાળાના રીવોલ્વર અદાણી ગ્રુપ દ્વારા શેરના ભાવમાં અસાધારણ વધારા માટે કોઈ ચેડા થયેલ નથી. આ ઉપરાંત સેબીએ અદાણી ગ્રુપની વિદેશ સ્થિત કંપનીઓ દ્વારા વિદેશી નાણાના ફલો બાબતેની તપાસ પણ કોઈ નિષ્કર્ષ વગર જ પૂર્ણ થઈ છે. હિડનબર્ગ રિપોર્ટમાં જે 24 માર્ગમાં કરવામાં આવેલ હતા તેમાં 22માં સેબીએ તપાસ પર્ણ કરી છે. હવે આગામી તા.24 જાન્યુઆરીના સેબીનો રિપોર્ટ સુપ્રીમને સુપ્રત કરવામાં આવશે.