અમદાવાદ શહેરના વસ્ત્રાલમાં સિક્યુરીટી ગાર્ડ પર એક રીક્ષા ચાલકે રિક્ષા ચઢાવી કચડી નાખ્યો

copy image

અમદાવાદ શહેરના વસ્ત્રાલમાં આવેલ પ્રણામી બંગ્લોઝમાંથી પેસેન્જર દ્વારા રિક્ષા ઓનલાઈન એપ્લિકેશનના માધ્યમથી બુક કરાવવામાં આવેલ હતી. જે રિક્ષાને સોસાયટીમાં જવા માટે એન્ટ્રી કરવાનું સિક્યુરિટી ગાર્ડે જણાવ્યું હતું. પરંતુ રિક્ષાના ચાલકે મનમાની કરીને ઘર્ષણ સર્જી દીધુ હતું.
બે દિવસ પૂર્વે બનેલ આ ઘટનામાં વસ્ત્રાલના પ્રણામી બંગ્લોઝમા સિક્યુરીટી ગાર્ડ પર એક રીક્ષા ચાલકે રિક્ષા ચઢાવીને જીવલેણ ઈજા પહોચાડેલ હતી. જે હુમલામાં ગાર્ડને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન સિક્યોરિટી ગાર્ડનું મોત નીપજયું હતું. સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર સિક્યુરિટી ગાર્ડ નરેશ મોદી પર હુમલાના સીસીટીવી પણ સામે આવેલ હતા. જેના આધારે રામોલ પોલીસે તથા ક્રાઈમ બ્રાન્ચે સીસીટીવી ફૂટેજ અને રેપિડો કંપનીમાંથી રિક્ષા ચાલકની માહિતી મેળવી તેની ધરપકડ માટેની કાર્યવાહી આદરી હતી. આ મામલે રામોલ પોલીસે રીક્ષા ચાલક વિરુદ્ધ હત્યાની કલમો ઉમેરી આરોપીની ધરપકડ કરેલ છે.