લોરિયા નજીક ખાણ ખનિજની ટીમે ઓવરલોડ ભરેલા ત્રણ ડમ્પર ઝડપી પાડી સીઝ કર્યા

 

  ક્ષમતા કરતા વધુ ભરેલા ત્રણ ડમ્પરને લોરિયા નજીક ખાણ ખનિજની ટીમે ઝડપી પાડ્યા હતા ઉપરાંત તેને સીઝ કરી દેવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી. સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર ખાણ ખનિજ વિભાગના ભૂસ્તરશાત્રી દેવેન્દ્રસિંહ બારિયાની સૂચના હેઠળ આકસ્મિક તપાસ અર્થે રોયલ્ટી ઈન્સ્પેકટર ભાવિકભાઈ જોશી તેની સાથે લોરિયા તરફ નીકળ્યા હતા. તે દરમ્યાન ખાવડા તરફ જતા ત્રણ ડમ્પર ઓવરલોડ ભરેલા દેખાતા ટીમે તેને થોભાવી લોરિયા પાસેના વાઘેશ્વરી વે-બ્રિજ કાંટા પર વજન કરાવ્યું હતું, જેમાં આ ત્રણે ડમ્પર ઓવરલોડ નીકળતા ત્યાં જ તેઓને સીઝ કરી દેવામાં આવેલ છે. મળેલ માહિતી મુજબ ઓવરલોડ ભરેલ ત્રણે ડમ્પર હાલ સીઝ થયા છે અને બે-ત્રણ દિવસ બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.