લાખો રૂપિયા પાણીમાં : ત્રણ વખત ખાતમુહૂર્ત થયા બાદ પણ રસ્તાઓ જર્જરિત હાલતમાં

ભુજ તાલુકાનાં માધાપર નજીક આવેલ વર્ધમાનનગર ગ્રામ પંચાયત નવી અસ્તિત્વમાં આવેલ છે ત્યારે રાજકીય કાવાદાવાને કારણે લોકો મુશ્કેલી ભોગવી રહ્યા છે. સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે કે, આ વિસ્તારમાં મૂળ પ્રશ્નો ગટરના પાણીના નિકાલ તેમજ નવાવાસથી વર્ધમાનનગર ને જોડતા રોડના બાબતે છેલ્લા બે વર્ષથી પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે. મળતી માહિતી અનુસાર ગટર યોજનાના 50 લાખ ખર્ચાયા હોવા છતાં પણ ખરેખર જ્યાંથી ગટરનું કામ થવું જોઈએ અને સ્થાનિકોએ જે સૂચનો કર્યાં હતા તેનાથી વિપરીત કામગીરી કરાતા વર્ધમાન નગરની પ્રજા માટે 50 લાખ જેટલી રકમ વેડફાઈ હોવાનું જણાઈ રહયું છે. ઉપરાંત આ વિસ્તારને જોડતા રોડનો વર્કઓર્ડર આપી ધીધા હોવા છતાં હજુ સુધી કામ શરૂ કરવામાં આવ્યું નથી. આ મામલે અનેક રજૂઆતો કરવા છતાં તેને યોગ્ય કરવામાં આવતું નથી તેવું જાણવા મળ્યું છે.