નખત્રાણામાં રખડતા આખલાઓથી લોકો ત્રસ્ત : પાલિકા ગાઢ નિદ્રામાં
નખત્રાણામાં આખલાની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે જેના પરીણામ સ્વરૂપે માર્ગ પર ચાલતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. પહેલા પણ રખડતા આખલાઓએ કેટલીક વખત નગરજનોને હડફેટમાં લીધા છે. ગત રવિવારે વિરાણી રોડ પર યુધ્ધે ચડેલા બે આખલાએ વાહનોને હડફેટમાં લઈ લીધા હતા. સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે કે, હાઈવે પર રખડતા આખલાઓના કારણે વાહન વ્યવહાર પણ ખોરવાઈ રહ્યો છે છતાં પાલિકા દ્વારા આ અંગે કોઈ જ કામગીરી કરવામાં આવતી નથી. કન્યા શાળા નજીક ઉકરડા પર કાયમ આખલા આવે છે અને વાહન ચાલકોને અવારનવાર હડકેટ લે છે. આ રોડ-રસ્તાઓ પર રાહદારીઓ પણ નિડરતાથી ચાલી શકતા નથી. અગાઉ ગ્રામ પંચાયત દ્વારા આખલા પકડવાની ઝુંબેશ હાથ ધરાઈ હતી ત્યારબાદ પાછા-વધી જતા નગરમાં સમસ્યામાં વધારો થયો છે.