ગાંધીધામમાં નિર્દઈ શખ્સે ધોકા વડે માર મારી નિર્દોષ ગલુડિયાનો જીવ લીધો

copy image

ગાંધીધામ ખાતે આવેલ ઓસ્લો પાસે એક નિર્દઈ શખ્સે ગલુડિયા પર ધોકા વડે હુમલો કરી માસૂમનો જીવ લીધો હતો. સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે કે આ બનાવનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. શહેરના સેક્ટર-8 વિસ્તારમાં ઓસ્લો નજીક ગત તા. 26/11ના બપોરના અરસામાં આ બનાવ બનેલ હતો. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર અહીં આવેલ એક દૂધ ડેરી પાસે ગલુડિયું આંટા મારે છે અને બાદમાં આ નાનો જીવ ડરનો માર્યો બાજુમાં આવેલી ઝેરોક્ષની એક દુકાનમાં દોડી જાય છે. ત્યાર બાદ થોડી વારમાં એક શખ્સ ધોકો લઈ અને આ જીવ ઉપર હુમલો કરી જતો રહે છે. તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ઉપરાંત આ બનાવમાં નાના ગલૂડિયાએ દમ તોડી દીધો હતો. આ બનાવ અંગે પોલીસ મથકે કોઈ જ ફરિયાદ નોંધાઈ ન હોવાનું જાણવા મળી રહ્યું છે.