ભુજ તાલુકાનાં જ્યુબિલી સર્કલ પાસે અપડાઉન કરનારાઓના 25 વાહન ડિટેઇન કારાયાં

copy image

જયુબિલી સર્કલ પાસે અપડાઉન કરનારા 25 જેટલા વાહનો પોલીસે ડિટેઈન કર્યા છે. સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર માંડવી-મુન્દ્રા સહિતના સ્થળોએ નોકરી માટે અપડાઉન કરતા કર્મચારીઓ જ્યુબિલી સર્કલ આસપાસ પોતાના વાહનો પાર્ક કરી દેતા હોય છે. જેના પરીણામે સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ મામલે બેન્કર્સ કોલોનીના રહીશો દ્વારા ફરિયાદ પણ કરવામાં આવેલ હતી. જેના આધારે ગત મંગળવારના દિવસે સિટી ટ્રાફિક શાખા દ્વારા બેન્કર્સ કોલોનીની શેરી તેમજ રોડ પરથી 25 જેટલા વાહનો ડિટેઇન કરવામાં આવેલ છે