અંજારમાં ઘરમાં ઘૂસી મહિલા પર બળાત્કારના ગુજારવાના પ્રકરણમાં આરોપીના નિયમિત જામીન નકારાયાં
અંજારમાં ઘરમાં ઘૂસી મહિલા પર બળાત્કાર ગુજારવાના પ્રકરણમાં આરોપીના નિયમિત જામીન નકારાયાં હતા. અંજારમાં રહેનાર એક મહિલાનાં ઘરમાં ઘૂસી તેની બાળકીના ગળા પર છરી નાખી આરોપીએ મહિલા ઉપર બળાત્કાર ગુજાર્યો હતો અને બાદમાં મહિલાના સંબંધીને વોટ્સએપ ઉપર કોલ કરી અગાઉ કરેલા કેસ પરત ખેંચી લેવા નહીંતર મહિલા અને તેની દીકરીને જાનથી મારી દેવાની ધમકી આપેલ હતી. આ મામલે પોલીસ ફરિયાદ બાદ આરોપીની ધરપકડ કરાઈ હતી. સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે આરોપી દ્વારા અંજારની ત્રીજા અધિક શેશન્સ જજની કોર્ટમાં નિયમિત જામીન માટે અરજી કરવામાં આવેલ હતી. જે બાબતે ન્યાયાધીશએ બનાવની ગંભીરતા જોઇ આ આરોપીના જામીન નકાર્યા હતા.