મુંદ્રા તાલુકાનાં ધ્રમ ગામમાં ઓનલાઈન નોકરીના બહાને યુવતી સાથે થઈ પ.14 લાખની ઠગાઈ

copy image

copy image

મુંદ્રા તાલુકાનાં ધ્રમ ગામમાં એક યુવતી સાથે ઓનલાઈન નોકરીના બહાને 5.14 લાખની ઠગાઈ થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે, પતિ સાથે લગ્ન વિચ્છેદ બાદ મુંદ્રાના ધ્રમ ગામમાં રહેતી વૈશાલીકુમારી ભેરાજી ગરાસિયા નામની યુવતી સાથે નોકરી અપાવવાના બહાને રૂા. 5,14,289ની ઓનલાઈન ઠગાઈ થતાં ભુજ બી-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. નોંધાવેલ ફરિયાદ અનુસાર, નોકરીની શોધમાં રહેલી ફરિયાદીને ટલિગ્રામ એકાઉન્ટ પર સંધ્યા શર્મા નામની વ્યક્તિએ નોકરીની લાલચ આપ્યા બાદ કંચન પટેલ સાથે સંપર્ક કરાવ્યો હતો. જે પછી સ્કાય ડોટ કોમ વેબસાઈટ પર ઓનલાઈન ટિકિટ બુકિંગની ખાતરી કરવાનું કામ સોંપેલ હતું. આપવામાં આવેલ કામ પેટે તેને મહેનતાણું અપાયા બાદ રજિસ્ટ્રેશનના નામે ટુકડે-ટુકડે તેની પાસેથી કુલ રૂા. 5,14,289 પડાવી લેવામાં આવેલ હતા. પોલીસે આ મામલે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.