બે દિવસ CNG બંધ હોવાથી ગેસ ભરાવવા માટે વાહનોની 1 કિ.મી. સુધીની લાંબી કતારો જોવા મળી
તા.29/11 બુધવારના સવારે 6 થી ગુરુવારે સાંજે 6 વાગ્યા સુધીના સમયગાળામાં પશ્ચિમ કચ્છમાં મેઇન્ટેઈન્સના નામે CNGના પમ્પ બંધ રહેવાના છે ત્યારે ગત દિવસે મંગળવારે રાતે સીએનજી પુરાવવા ભુજમાં સ્ટેશન રોક પર 1 કિ.મી. સુધી લાંબી લાઈન જોવા મળી હતી જેમાં રીક્ષા, કાર સહિતના 100 થી વધુ વાહનો લાઈનમાં જોડાયા હતા. આ સમયે લાઈનમાં વચ્ચેથી પ્રવેશવા બાબતે રકઝક થયેલ હોવાનું પણ સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. મળેલ માહિતી અનુસાર પમ્પ સંચાલકોમાં સવાર સુધી વાહનચાલકોને સીએનજી ભરી આપવાની તૈયારી દેખાઈ હતી પરંતુ હાઈ વોલ્ટેજના કારણે 11 વાગ્યે જ નળ સર્કલ, શેખપીર, પાટવાડી નાકાના પમ્પમાં સીએનજી બંધ થયેલ હતું. જેથી પ્રવાસીઓ તથા સ્થાનિક લોકોએ લાઇનમાં ઊભા રહી ઠંડીમાં ઠર્યા પશ્ચાત પણ પરત ફરવું પડ્યું હતું.