ભુજ કોમર્શિયલ બેંકના નવા બોર્ડ ઓફ ડાયરેક્ટર્સની બિનહરીફ વરણી કરાઈ

અગિયાર હજારથી વધુ સભાસદ ધરાવતી અત્રેની વેપારીઓની બેંક ભુજ કોમર્શિયલ બેંકના બોર્ડ ઓફ ને ડાયરેક્ટર્સની બેઠક મળી હતી, જેમાં આગામી વર્ષ ૨૦૨૭ સુધીના હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી. બેંકના ચેરમેન તરીકે વેપાર ક્ષેત્રના અગ્રણી અને અનેકવિધ સંસ્થા આ સાથે સંકળાયેલા યુવા અગ્રણી ધીરેન ભાનુભાઈ ઠક્કરની તથા ના મેનેજિંગ ડિરેક્ટર તરીકે ગૌતમ રાજેશભાઈ ઠક્કર તથા વા. ચેરમેન તરીકે રમેશભાઇ ભીમજી મહેશ્વરીની બિનહરીફ વરણીકરાઈ હતી.
આ બેઠકમાં નવનિયુક્ત ચેરમેન ધીરેનભાઈ ભાનુભાઈ ઠક્કરે બેંકની વિકાસકૂચને – અવિરત આગળ ધપાવવાની નેમ વ્યક્ત કરી હતી, આ તકે વાઈસ ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટરની નવનિયુક્તિ કરવાની હોતાં વાઈસ ચેરમેન તરીકે રમેશભાઈ ભીમજીભાઈ મહેશ્વરીના નામની દરખાસ્ત મનીષભાઈ પરષોતમભાઈ ઠક્કરે અને મેનેજીંગ ડાયરેક્ટર તરીકે ગોતમભાઈ રાજેશભાઈ ઠક્કરના નામની દરખાસ્ત ચેતનભાઈ રવીલાલ શાહ દ્વારા મુકવામાં આવી જેને સભામાં ઉપસ્થિત સૌ ડાયરેક્ટરોએ વધાવી હતી. ઉપરાંત બેંકના હોદેદારોની નિયુક્તિની કાર્યવાહી પૂર્ણ થયા બાદ બેંકના બે પ્રોફેશનલ ડાયરેક્ટરોની નિયુક્તિ કરવા અંગેની કાર્યવાહી હાથ ધરવામાંઆવી જે અન્વયે સભામાં ચર્ચા દરમ્યાન બેંકના પ્રોફેશનલ ડાયરેક્ટરો તરીકે નયનભાઈ રમણીકકલાલ પટવા અને ધીરેનભાઈ મોહનલાલ શાહના નામોની સભામાં રજુઆત કરવામાં આવી જેમાં સભામાં ઉપસ્થિત ડાયરેક્ટરોએ સર્વ સહમતી દર્શાવતા તેઓને વર્ષ ૨૦૨૨થી વર્ષ ૨૦૨૭ સુધીની પ્રથમ ટર્મ માટેના સમયગાળા પૈકી એક વર્ષ અને ત્રણ માસ માટે નિયુક્તિ કરવામાં આવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, ધીરેનભાઈ ઠક્કર વેપારી અગ્રણી સ્વ. ભાનુભાઈ ઠક્કરના પુત્ર છે. અને ફેરપ્રાઈઝ શોપ એસો. તથા વિવિધ સ્વૈચ્છિક, સામાજિક અને ધાર્મિક સંસ્થાઓમાં પણ તેમનું અનેરું યોગદાન છે.તેઓ ભુજ નગરપાલિકાના સદસ્ય પણ રહી ચૂક્યા છે. જ્યારે એમ,ડી બનેલા ગોતમભાઈ ચેરમેન તરીકે સેવા આપી ચૂક્યા છે. આજની ખાસ સભામા બેંકના ડાયરેક્ટરો કલ્પેશભાઈ આર. ઠક્કર, અને હિતેષભાઈ સી. ઠક્કર, મધુકરભાઈ પી. ઠક્કર, મહેન્દ્રભાઈ એલ. ઠક્કર, ચેતનભાઈ આર શાહ. અશ્વિનભાઈ એમ. ઠક્કર, શાંતિલાલભાઈ કે જેન, મનીષભાઈ પી ઠકકર, તેમજ બિંદિયાબેન એમ. ઠક્કર ઉપસ્થિત રહ્યા હતા. તેવું બેંકના જનરલ મેનેજર ધીરેન એસ. મજેઠિયાની યાદીમાં જણાવાયું છે.