ભચાઉ-ગાંધીધામ માર્ગ પર સર્જાયો ગોઝારો અકસ્માત : 29 વર્ષીય યુવાનનું મોત
ભચાઉ – ગાંધીધામ ધોરીમાર્ગ પર અજાણ્યા વાહનની હડફેટમાં આવી જતાં 29 વર્ષીય યુવાનનું મોત થયું હતું. આ બનાવ અંગે મળેલ માહિતી અનુસાર ગત તા.27/11ના મીઠીરોહર ગામ તરફ હાઈવે રોડ પર આ બનાવ બન્યો હતો. સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર ખાનગી કંપનીમાં નોકરી કરનાર 29 વર્ષીય મોખતાર મહાવીર રાય મોટર સાઈકલ લઈને જઈ રહ્યા હતા તે દરમ્યાન કોઈ અજાણ્યા વાહન ચાલકે તેમને ટકકર મારતા અકસ્માત સર્જાયો હતો. જેના પગલે યુવાનને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્ત યુવાનનું સારવાર કારગત નીવડે તે પૂર્વે જ મોત થયું હતું. પોલીસે આ અંગે નોંધ કરી આગળની વધુ તપાસ આદરી છે.