જામનગર ભાગોળે બોલેરો વાહન હડફેટે એકટીવા ચાલકનું મૃત્યુ
જામનગરની ભાગોળે એકટીવા ચલાવી પસાર થતાં પ્રૌઢને પુરઝડપે જતાં એક બોલેરો વાહનના ચાલક હડફેટે લઈ ગંભીર ઇજાઑ કરતાં તેઓનું સારવાર દરમ્યાન મૃત્યુ નીપજયું છે, આ ઘટના અંગે સ્થાનિક પોલીસે બોલેરોચાલક સામે ફરિયાદના આધારે આગળની તાપસ શરૂ કરી હતી. મળતી વિગતો અનુસાર જામનગરમાં સત્યમ કોલોની રસ્તા પર આવેલ ઓશળાળ 4 ખાતે ગોવર્ધન એપારમેન્ટ માં રહેતા ભરતભાઇ દોઢિયાં નામના પંચાવન વર્ષના પ્રૌઢ જીજે 10 સીએસ 4068 નંબરનું એકટીવા ચલાવી ગત બપોરના અરસામાં સુમારે જતાં હઔ ત્યારે જીજે 12 એકે 4337 નંબરના બોલેરો કારના ચાલકે હડફેટે લઈ ગંભીર ઇજાઑ થતાં પ્રથમ તેઓને જામનગર ત્યારબાદ વધુ સારવાર માટે અમદાવાદ સીવીલ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા, જ્યાં સારવાર દરમ્યાન તેઓનું મૃત્યુ નિપજ્યુ હતું. આ ઘટના અંગે મૃતકના પુત્ર મિલનભાઈ દોઢિયાં દ્રારા બોલેરો ચાલક સામે સિક્કા પોલીસ સ્ટેશને ફરિયાદ લખાવતા એએસઆઈ પરિયાણીભાઈ આગળની કાર્યવાહી ચલાવી રહ્યા છે.