વડોદરા : ક્રિકેટ પર સટ્ટો બે શખ્સોને વડોદરા એલસીબી પોલીસે રંગે હાથ પકડી પાડતા
વડોદરા એલસીબી પોલીસે બાતમીના આધારે વરણામાં પોલીસ સ્ટેશનની હદમાં આવેલા રૂવાદ ગામના પંચવટી ફળિયામાં દરોડો પાડતા નિલેશ કનૈયાલાલ નાથાણી હાલ રહે. સંતકવર કોલોની વારસિયા જૂની આરટીઓ કચેરીની બાજુમાં વડોદરા કમલેશ જયરામદાસ જસવાણી રહે એ-23 રમ નંબર 92 સંતકવર કોલોની વારસિયા વડોદરાના નિલેશ કનૈયાલાલની ધરપકડ કરી હતી. વરણામના રૂવાદ ગામમાં આવેલા ઘરમાં બ્રિસબેન અને મેલબોર્ન સ્ટાર્સ વચ્ચે ચાલી રહેલી મર્યાદિત વીસ ઓવરની ક્રિકેટ મેચનું જીવંત પ્રસારણ ટીવી તેમજ મોબાઈલમાં જોઈ મોબાઈલ એપ્લિકેશન દ્રારા ઓનલાઈન ભાવતાલ જાની બીજા ફોન દ્રારા ગ્રાહકો પાસેથી પૈસા લઈને ફોન ઉપર ક્રિકેટનો સટ્ટો લઈ કાર્ટિંગ લાઇનવાળા ફોનથી શખ્સ નરેશ મારૂતી લાઇન અને સુનીલ એસ પી બંને રહે ગોધરાનાઓની લખાવી કર્ટિગ કરાવી રૂપિયા વડે હારજીતનો જુગાર રમી રમાડતા હતા. તેઓ પાસેથી પોલીસે અંગ ઝડતીના રોકડા રૂ.30,510, સેટપ બોક્ષ કિંમત રૂ.500, પેનડ્રાઇવ કિંમત રૂ. ક100, એલ ઇ ડી ટીવી રિમોટ કિંમત રૂ. 10,000, મોબાઈલ નંગ 14 કિંમત રૂ.59,500, લેપટોપ, ચાર્જર કિંમત રૂ. 25,000 વાયરલેસ કિપેટ માઉસ કિંમત રૂ.500, કેલસી, સ્વીફટ કાર કિંમત રૂ.5 લાખ મળી કુલ રૂ.6,26,510 ના મુદામાલ સાથે નિલેશ તથા કમલેશને પકડી પાડ્યા હતા. જ્યારે નરેશ અને સુનિલને વોન્ટેડ જાહેર કરી તમામ ચાર શખ્સો વિરૂધ્ધ જુગારધારા એક્ટ હેઠળ વરણામા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી ફરાર શખ્સોઓને પકડી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.