સુખદેવ સિંહ ગોગામેડીની હત્યાના ચકચારી કેસમાં સામેલ શૂટરો પોલીસના સકંજામાં

copy image

copy image

સુખદેવ સિંહ ગોગામેડીની હત્યાના ચકચારી કેસમાં સામેલ શૂટરો પોલીસના સકંજામાં આવી ગયેલ હોવાનું સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે. આ અંગે મળેલ માહિતી મુજબ રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રમુખ સુખદેવ સિંહ ગોગામેડીની હત્યા કેસના શૂટરોને પોલીસે ઝડપી પાડ્યા છે. આ મામલે આરોપીઓ પકડાઈ ગયેલ હોવા છતાં તેમની ધરપકડને લઈને દિલ્હી પોલીસ અને રાજસ્થાન પોલીસ વચ્ચે વિવાદ હોવાનું પણ જાણવા મળ્યું છે. સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે કે ઈનપુટ મળ્યા બાદ દિલ્હી પોલીસે હિસારમાં ઉધમ બાર્બરની પૂછતાછ કરી હતી.  તે પરથી જાણવા મળેલ કે શૂટર્સનો હેલ્પર તેનો ભાઈ પણ તેમની સાથે જ હતો. ત્યાર બાદ વધુ તપાસ કરતાં પોલીસને ગોળીબાર કરનારાઓનું લોકેશન મળી જતાં દિલ્હી પોલીસની સાથે રાજસ્થાન પોલીસ પણ ત્યાં આવી પહોંચી હતી. ત્યાર બાદ દિલ્હી પોલીસ આરોપીઓને દિલ્હી લઈ જવા માંગતી હતી, જ્યારે રાજસ્થાન પોલીસ તેમને જયપુર લાવવા માંગતી હતી. જે મામલે પોલીસ વચ્ચે મતભેદ ઊભો થયો હતો. ત્યાર બાદ બે આરોપીઓને દિલ્હી પોલીસ લઈ ગઈ હતી અને એક આરોપી નીતિનને રાજસ્થાન પોલીસ દ્વારા જયપુર લાવવામાં આવેલ હતા. આ મામલે આરોપીઓને જેલ સુધી લઈ જવા સમગ્ર રૂટ પર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

 ઉપરાંત સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે કે ગત દિવસે રામવીર જાટ પણ ઝડપાયો હતો. આ મામલે મળેલ માહિતી અનુસાર શૂટર નીતિન ફૌજીને સોડાલા પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવેલ છે. આ બંને શૂટરોને જયપુરથી ભગાડવામાં મહત્વની ભૂમિકા ભજવનાર રામવીર જાટને પણ પોલીસે ઝડપી પાડ્યો છે. અને તેને પણ સોડાલા પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવેલ છે. રામવીર હરિયાણા ખાતે આવેલ સતનાલી જિલ્લાનો રહેવાસી છે. તેને ગત શનિવારે મહેન્દ્રગઢથી પકડી પાડ્યો હતો જેને જયપુરના સોડાલા પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવેલ છે. સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર રામવીરને કોર્ટમાં રજૂ કરાયો હતો. જેને પોલીસે આઠ દિવસના રિમાન્ડ પર લીધો છે. તેની આગળની વધુ પૂછપરછ જારી હોવાનું સામે આવ્યું છે.