ગુજરાતમાં હાર્ટ એટેકના કિસ્સાઓમાં ચિંતાજનક વધારો
copy image

ગુજરાતમાં હાર્ટ એટેકના કિસ્સાઓમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર ગુજરાતમાં હાર્ટ એટેકના 80% કેસ 11 થી 25 વર્ષની વયજૂથના જોવા મળ્યા હતા. આ વિદ્યાર્થીઓ અને યુવાનોમાં સ્થૂળતાની કોઈ ફરિયાદ ન હતી. મળેલ માહિતી મુજબ રાજ્યમાં 108 નંબરની એમ્બ્યુલન્સ સેવાને દરરોજ હૃદયરોગને લગતા સરેરાશ 173 કોલ આવી રહ્યા છે. સૂત્રો દ્વારા મળેલ માહિતી મુજબ, રાજ્યમાં છેલ્લા છ માસના સમયગાળામાં હૃદયરોગના હુમલાને કારણે કુલ 1,052 લોકોએ જીવ ખોયા છે, જેમાંથી 80 ટકા લોકો 11-25 વર્ષની વય જૂથના હતા. હાર્ટ એટેકના કેસોને ધ્યાને લઈને, લગભગ બે લાખ સ્કૂલોના શિક્ષકો અને કોલેજના પ્રોફેસરોને CPR તાલીમ આપવામાં આવશે.