ભુજમાં ચેક પરત ફરતા આરોપીને એક વર્ષની કેદની સજાનો હૂકુમ જાહેર
copy image

ભુજમાં ચેક પરત ફરવાના કેસમાં આરોપીને એક વર્ષની કેદની સજા ફટકારવામાં આવી છે. આ મામલે મળેલ માહિતી અનુસાર આ કેસમાં જયપાલસિંહ પ્રફુલ્લસિંહ જાડેજા દ્વારા તેના મિત્ર વિરુદ્ધ ફરિયાદ નોંધાવેલ છે. નોંધાવેલ ફરિયાદ અનુસાર ફરિયાદીએ તેના મિત્રને નાણાંની જરૂરત હોતાં રૂા.1 લાખ આપેલ હતા જે પેટે આરોપીએ ફરિયાદીને નામજોગ ચેક આપ્યો હતો. ફરિયાદીએ ચેક બેન્કમાં નાખતાં અપૂરતા ભંડોળના લીધે ચેક પરત ફરતાં આરોપી વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જેમાં કોર્ટે આરોપીને એક વર્ષની સાદી કેદની સજા અને રૂા. એક લાખ ફરિયાદીને વળતર તરીકે ચૂકવવા અને તેમાં કસૂર કરે તો વધુ ત્રણ માસની સાદી કેદની સજા ફટકારતો હુકમ જાહેર કર્યો છે.