લખપત ખાતે આવેલ દયાપર પોલીસ મથકે નોંધાવવામાં આવેલ અપહરણના ગુનામાં એક મહિલા આરોપીની અટક

copy image

copy image

લખપત ખાતે આવેલ દયાપર પોલીસ મથકે નોંધાવવામાં આવેલ અપહરણના ગુનામાં એક મહિલા આરોપીની અટક કરાઈ છે, તેવું સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર ત્રણ માસ પૂર્વે એક કિશોરના અપહરણ અંગેનો મામલો પોલીસ મથકે નોંધવામાં આવેલ હતો. આ પ્રકરણ અંગે મહિલા આરોપીની અટક કરવામાં આવી છે. મળેલ માહિતી મુજબ પોલીસને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, ત્રણ માસ પૂર્વે એક કિશોરનું અપહરણ કરી જનાર મહિલા આરોપી રાજસ્થાનમાં હાજર છે. મળેલ બાતમીના આધારે આ મહિલાની અજમેરથી અટક કરવામાં આવી હતી. પોલીસે મહિલા આરોપીની અટક કરી કિશોરને તેના વાલીને સોંપ્યો હતો. પોલીસે આ અંગે આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.