સામખિયાળી-મોરબી ધોરીમાર્ગ વચ્ચે આવેલી ખાનગી કંપનીમાં કામ કરનાર યુવાનનું માર્ગ અકસ્માતમાં મોત

copy image

કચ્છ ખાતે આવેલ સામખિયાળી-મોરબી ધોરીમાર્ગ વચ્ચે આવેલી ખાનગી કંપનીમાં કામ કરનાર યુવાનનું માર્ગ અકસ્માતમાં મોત નીપજયું હતું. આ બનાવ અંગે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર આ યુવાન ગત રાત્રે જમવા માટે હોટેલ ગયેલ હતો, ત્યાંથી પરત આવતા સ્મયગાળા દરમ્યાન હક સ્ટીલ કંપની બાજુ આવતાં સામખિયાળીથી મોરબી બાજુ જતી કારે તેને હડફેટમાં લેતાં આ યુવાન કાર પર અથડાઈ અને ફંગોળાઈને રસ્તા પર પડયો હતો. તે સમયે પાછળથી આવતા તોતિંગ ટ્રેઈલરના પૈડાં આ યુવાન પર ફરી વળતાં આ યુવાનનું ઘટનાસ્થળે જ મોત નીપજયું હતું. આ બનાવ અંગે કારના ચાલક વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ હતી. પોલીસે આ અંગે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.