ગાંધીધામ ખાતે આવેલ નવી સુંદરપુરીમાં યુદ્ધે ચડેલા આખલાઓએ મહિલાને અડફેટે લીધી

copy image

copy image

  આખલાઓનો ત્રાસ દિન પ્રતિદિન વધી રહ્યો છે ત્યારે ગત રાત્રે ગાંધીધામની નવી સુંદરપુરીમાં આખલાઓએ એક મહિલાને અડફેટે લેતા તમને ઇજાઓ પહોંચી હતી. સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે કે, નવી સુંદરપુરી સહિતના વિસ્તારોમાં આમ પણ રખડતા ઢોરોનો ત્રાસ છેલ્લા કેટલાક સમયથી વધી રહ્યો છે. ત્રણેક માસ અગાઉ આજ સ્થળેથી એક વૃધ્ધના મોતનો બનાવ પણ આખલાની અડફેટે આવવાથી બનેલ હતો. આવનાર સમયમાં અન્ય કોઇ ભોગ ન બને તે માટે આ વિસ્તારના રહેવાસીઓ દ્વારા આખલાઓની સમસ્યામાંથી છૂટકારો મેળવવામાં માંગ ઉઠી છે.