ભુજના જીઆઈડીસી હંગામી આવાસમાં રહેતા 21 વર્ષીય યુવાને કોઈ અગમ્ય કારણોસર ગળે ફાસો ખાઈ મોતને ભેટો કર્યો

copy image

copy image

ભુજના જીઆઈડીસી હંગામી આવાસમાં રહેતા 21 વર્ષીય યુવાને કોઈ અગમ્ય કારણોસર ગળે ફાસો ખાઈ મોતને ભેટો કરી લીધો હતો. આ બનાવ અંગે મળેલ માહિતી અનુસાર ભુજના જીઆઈડીસી હંગામી આવાસમાં રહેતા 21 વર્ષીય દીપકભાઈ કરસનભાઈ પરમાર નામક યુવાને બપોરના અરસામાં કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરમાં આડીમાં દુપટ્ટો બાંધી ગળે ફાંસો ફાસો ખાઈ લીધો હતો. બનાવની જાણ થતાં જ આ યુવાનને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતો, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. પોલીસે આ અંગે નોંધ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.