પાકિસ્તાન પોતાના નાપાક ઇરાદાઓ છોડી રહ્યું નથી : નાપાક મંશાઓ પાર પાડવાના ઈરાદાથી 250થી 300 જેટલા આતંકવાદીઓ દેશમાં ઘૂસવાની ફિરાકમાં
પાકિસ્તાન પોતાના નાપાક ઇરાદાઓ છોડી રહ્યું નથી. ત્યારે સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે કે, ફરી એક વખત સીમા પારથી આતંકવાદીઓ ભારતમાં ઘૂસવાની ફિરાકમાં છે. દેશમાં ઘૂસી તેઓ પોતાની નાપાક મંશાઓ પાર પાડવાના ઈરાદાથી 250થી 300 જેટલા આતંકવાદીઓ તેમના લોન્ચપેડ તરીકે ઓળખાતા વિસ્તારોમાંથી ઘૂસવા માટે તૈયાર બેઠા છે જોકે આ મામલે ગુપ્તચર એજન્સીઓ દ્વારા ભારતમાં સુરક્ષા દળોને બાતમી મળી જતાં જવાનો ઘૂસણખોરી ડામવા તૈયાર જ બેઠા છે. ગુપ્તચર એજન્સીઓ દ્વારા ખાનગી રાહે બાતમી મળતા બીએસએફે એલર્ટ જારી કરી દીધું છે. ઉપરાંત જાણવા મળેલ કે પાકિસ્તાનની સરહદે સ્થિત લોન્ચપેડ પર આશરે 250થી 300 આતંકવાદી ભારતમાં ઘૂસવાની ફિરાકમાં છે. બીએસએફના મહાનિરીક્ષક અશોક યાદવ દ્વારા જાણવા મળેલ કે, ગુપ્તચરો દ્વારા બાતમી મળેલ છે કે 250-300 આતંકી લોન્ચ પેડ પર રાહ જોઈને બેઠા છે. વધુ તેમણે જણાવેલ કે શિયાળો શરૂ થતાં ઘૂસણખોરી થોડી મુશ્કેલ બને છે. તેમણે જણાવ્યું હતું કે બીએસએફ સેનાની સાથે તત્પરતા સાથે કામ કરી રહ્યું છે.તેમના વિશેષ સર્વેલન્સ સાધનો તેઓને મદદ કરી રહ્યા છે. વધુમાં તેમણે ખાતરી આપેલ છે કે કોઈપણ પ્રકારની ઘૂસણખોરી સફળ થશે નહીં. સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે બીએસએફ અને સેનાના બહાદૂર જવાન સરહદી વિસ્તારોમાં સતર્ક છે અને ઘૂસણખોરીના કોઈ પણ પ્રયાસને સફળ થવા દેવામાં આવશે નહીં.