આજે તા 17/12ના રોજ કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભુજના 476માં સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે ભુજવાસીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે
copy image

આજે તા 17/12ના રોજ કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભુજના 476માં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવશે. રાવ ખેંગારજી – 1 દ્વારા કચ્છની રાજધાની તરીકે સ્થાપના કરવામાં આવેલ ભુજે અનેક પરિસ્થિતિઓ જોઈ છે. કચ્છનું પાટનગર એટલે ભુજ શહેર. આજે ભુજનો 474મો સ્થાપના દિવસ છે, ત્યારે ભુજના સ્થાપના દિવસ અંગે ભુજવાસીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આપણે જાણીએ છીએ કે, રાવ ખેંગારજી પહેલાએ વિક્રમ સંવત 1605 માગસર સુદ-પાંચમના દિવસે ભુજ શહેરની સ્થાપના કરેલ હતી. આ બાબત અંગે હર કોઈ વાકેફ છે કે, ભુજિયા ડુંગરના કારણે આ શહેરનું નામ ભુજ પાડવામાં આવેલ છે, આજે તા 17/12ના રોજ ભુજ શહેરના 474મો સ્થાપના દિવસ નિમિતે સૌ કોઈ ભુજવાસીઓ ગૌરવ અનુભવી રહ્યા છે. આપના ભુજના અનેરા ઇતિહાસ મુજબ ભુજમાં 18 રાજવીઓએ રાજ કર્યું હતું. ઇ.સ. 1948માં કચ્છ ભારત સંઘ સાથે ભળ્યું હતું. ત્યાર બાદમાં ભુજને જિલ્લાનું વડું મથક જાહેર કરવામાં આવ્યું હતું. સૂત્રો દ્વારા મળેલ માહીતી અનુસાર અગાઉના સમયમાં પાંચ નાકા અને છઠ્ઠીબારીમાં ભુજનો વિસ્તાર ગણાતો હતો. ચોતરફ વિકસતા વિસ્તારના કારણે ભુજનું સ્થાન લોકોના હૃદયમાં અંકિત થયું છે. રાજાશાહી શાસન બાદ હાલના સ્માયમાં ભુજ સમગ્ર જિલ્લાનું વડુમથક બની ચૂક્યું છે. ભુજમાં હમીરસર તળાવ, પ્રાગ મહેલ, આઈના મહેલ, ખેંગારબાગ, વોક વે, ભુજીયો ડુંગર, હિલ ગાર્ડન, સ્વામિનારાયણ મંદિર, આશાપુરા મંદિર સહિતના સ્થળો ભારે આકર્ષણ જમાવી રહ્યા છે. વિકાસની દોરમાં ભરતું ભુજ આજે કચ્છીઓ જ નહીં પણ પ્રવાસીઓના મનમાં પણ વસી ગયું છે, ત્યારે આજે તા 17/12ના રોજ કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભુજના 476માં સ્થાપના દિવસની લોકો પોતાનો જ જન્મદિવસ હોય તેવી રીતે ઉજવણી કરી રહ્યા છે.