ડીસામાં બાઇકની હડફેટે એકનું મૃત્યુ

 

ડીસામાં વેલુનગરમાં રહેતા લક્ષ્મણભાઈ પ્રજાપતિ સવારના અરસામાં બાલારામ વિશ્રામગૃહથી વેલુનગર તરફ જઇ રહ્યા હતા. જે દરમિયાન ફુવારા સર્કલ ક્રોસ કરવા જતાં એક મોટરસાયકલના ચાલકે ગફલતભરી રીતે બાઇક ચલાવી ટક્કર મારી ફરાર થઈ ગયો હતો. જીકે આ અકસ્માતમાં લક્ષ્મણભાઈને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેથી આ અકસ્માત સર્જાતા આજુબાજુના લોકો ભેગા થઈ ગયા હતા અને લક્ષ્મણભાઈને સારવાર માટે ડીસા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે સારવાર દરમિયાન આ વૃધ્ધનું મૃત્યુ નીપજયું હતું. જેથી આ અકસ્માત સર્જી ફરાર થનાર મોટરસાયકલ ચાલક વિરૂધ્ધ ડિસા દક્ષિણ પોલીસ સ્ટેશને ફરિયાદ લખાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *