રાણાવાવમાં થયેલી તસ્કરીમાં જામનગરનો ઈસમ પકડાયો
રાણાવાવમાં થયેલી તસ્કરીમાં જામનગરનો ઈસમ પકડાયો છે અને જામનગરમાં અન્ય તસ્કરીઓમાં પણ સંડોવણી હોવાનું ખૂલતાં એલ.સી.બી.એ પૂછપરછ હાથ ધરતા મારામારીના ગુના પણ બહાર આવ્યા છે. પોરબંદર પોલીસ અધિક્ષક ડો. પાર્થરાજસિંહ ગોહિલની સુચના તથા માહિતી હેઠળ ઇન્ચાર્જ એલ.સી.બી. પી.આઈ.એચ.એન. ચુડાસમા તથા એલ.સી.બી.ટીમ મિલકત સંબંધી ગુનાઓ શોધવા સબબ પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે રાણાવાવ જામનગર ત્રણ રસ્તા નજીકથી શંકમંદ શખ્સ જામનગરના ધરાનગરનો હુસેન અલીભાઇ જોખીયાની તપાસ લેતા પાસેથાળીમાંથી જુના 25 પૈસાના સિક્કા નંગ 244નું પેકેટ તથા રૂપિયા પાંચના જુનવાણી સિક્કા નંગ 3 તથા રોકડા રૂપિયા 18,150 તેમજ એક મોબાઈલ ફોન મળી આવ્યો હતો. જે તમામ મુદામાલ તથા મોબાઇલ અંગે કોઈ આધાર માંગતા કોઈ આધાર મળી આવ્યો ન હતો. જેથી પોલીસે પોકેટ કોપમાં તેમજ ઇ-ગુજકોપમાં મજકુર શખ્સનું નામ વેરીફાઈ કરતાં તેના વિરૂધ્ધ જામનગર જીલ્લામાં તસ્કરીના તથા અન્ય ગુના દાખલ થયેલ હોવાનું જણાઈ આવેલ. જેથી હુસેનની ઊંડાણપુર્વક પુછપરછ કરતાં આજથી છએક દિવસ પહેલા પોતે તથા તેના મિત્ર રાણાવાવના અકરમ ઉર્ફે હક્કો તથા રાજકોટના દિપક રમેશ વાળાએ રાણાવાવના મોટી ચોક નજીક આવેલ એક ઘરમાંથી તસ્કરી કરેલ મુદામાલ પૈકી હુવાનું જણાવતા શખ્સ વિરૂધ્ધ ધોરણસર તપાસ કરી રાણાવાવ પોલીસ સ્ટેશનમાં લખાવેલો ગુનો ડિટેક્ટ કર્યો હતો.