સાબરકાંઠા એલ.સી.બી. પોલીસે નાસતા ફરતા શખ્સને પકડાયો
સાબરકાંઠા જીલ્લા પોલીસ અધિક્ષક ચૈતન્ય રવિન્દ્ર મંડલીકે સાબરકાંઠા જીલ્લામાં નાસતા ફરતા પકડવાના બાકી શખ્સઓને પકડી પાડવા કરેલ સુચના આધારે વી.આર.ચાવડા પો.ઇન્સ. એલ.સી.બી.નાઓની માહિતી હેઠળ વી.યુ.ગડરીયા પો.સ.ઇ. એલ.સી.બી. તથા અ.હે.કો. રજુસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ પ્રહલાદસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ રાકેશકુમારને નાસતા ફરતા શખ્સોઓની તલાશીમાં હતા. તે દરમ્યાન પોલીસ કોન્સ્ટેબલ પ્રહલાદસિંહે ખાનગી રાહે બાતમી મળેલ કે પ્રાંતિજ પોલીસ સ્ટેશન ફસ્ટ ગુ.ર.નં.-૧૫૩/૨૦૧૭ ઇ.પી.કો. કલમ તથા જાતિય ગુનાઓ સામે બાળકોને રક્ષણ આપતા અધિકરી ૨૦૧૨ની કલમ મુજબના કામના નાસતા ફરતા શખ્સો જયદિપસિંહ ભીખુસિંહ ઝાલા, ઉ.વ-૩૨, ધંધો-મજુરી, રહે-નવી મોરી (સુનોખ), તા.ભિલોડા, જી.અરવલ્લી વાળો સલાલ મુકામે આવેલ હોય તેવી હકીકત મળતા વધુમા તલાશી કરતા સલાલ પીકપ સ્ટેન્ડ ખાતે ઉપરોકત ગુન્હાના કામેનો શખ્સ જોવા મળતા તા-૨૮/૦૧ ના સાંજના અરસામાં સી.આર.પી.સી.કલમ મુજબ સલાલ પીકપ સ્ટેન્ડ ખાતેથી ઝડપી ધરપકડ કરી પ્રાંતિજ પોલીસ સ્ટેશને સોંપવા તપાસ કરેલ છે.