Breaking News

ફરી એકવખત રૂા. 12,85,397ની ઓનલાઈન ઠગાઈ

copy image માંડવી પરિવારનો કિસ્સો  સામે આવ્યો છે, જેમાં મહિલા અને પુત્રીની એફ.ડી. પરથી ત્રણ લોન  લઈ રૂા. 12,85,397ની ઓનલાઈન ઠગાઈ થયાનો નવતર કિસ્સો સામે આવ્યો છે. આ નવતર છેતરપિંડી અંગે અગાઉ અરજી આપ્યા બાદ ગઈકાલે બોર્ડર રેન્જ ભુજના સાયબર પોલીસ મથકે માંડવીમાં બાબાવાડીમાં રહેતા શખ્સે  એ વિધિવત નોંધાવેલી ફરિયાદ મુજબ  પત્નીના મોબાઈલ પર ટેક્સ મેસેજ આવ્યો હતો. પ્રિય ગ્રાહક, તમારી વીજળી રાત્રે ડિસ્કનેક્ટ થઈ જશે, તમારા પાછલા મહિનાનું બિલ અપડેટ થયું ન હતું અને મો.નં. આપી સંપર્ક કરવા જણાવતાં તે નંબર પર સંપર્ક કરતાં સામેવાળાએ વાતોથી વિશ્વાસ કેળવી એક લિંક એનિડેસ્ક એપ્લિકેશન ડાઉનલોડ કરાવી આંકડાકીય કોડ માગી લીધા હતા. આ બાદ થોડીવારમાં ફરિયાદીના ખાતાંમાંથી નાણાં ઉપડી ગયાના મેસેજ આવતા ફરિયાદીએ ફરી ફોન કરી નાણાં ઉપડી ગયાનું કહેતાં, સામેવાળાએ કહ્યું, રૂપિયા પાછા આવી જશે, તમે ફોન કટ ન કરતા અને જો તમારું બિલ અપડેટ ન થાય તો મારી નોકરી  જશે તેવી વાતો કરી અઢી કલાક સુધી ફોન ચાલુ રાખ્યા બાદ ફરિયાદીને ખબર પડી કે સામાવાળો તમેના અલગ-અલગ ખાતાંમાંથી રૂપિયા ઉપાડી રહ્યો છે. આથી ફોન કટ કરી નાખ્યો, પરંતુ એનિડેસ્ક એપ ડિલિટ કરી ન હતી. સામાવાળા આરોપીએ ફરિયાદી અને તેના પત્ની તથા પુત્રના ખાતાંમાંથી ઓનલાઈન નાણાં ઉપાડી લીધાં હતાં. ફરિયાદી તેમના તથા પરિવારના ખાતાંની વિગતો ચકાસતા આરોપીએ ફરિયાદીના ત્રણ એફડી ઉપરથી લોન રૂા. 10,20,000 ઉપાડી આરોપીએ ટુકડે-ટુકડે અન્ય ખાતાંમાં ઉસેડી લીધા હતા. આ ઉપરાંત ફરિયાદી તથા પત્ની અને પુત્રના ખાતાંમાંથી નાણાં ઉપાડી લીધાં હતાં. આમ કુલે રૂા. 12,85,397ની ઓનલાઈન છેતરપિંડી થયાની ફરિયાદ નોંધાવી હતી .પોલીસે આગળ ની કાર્યવાહી હાથ ધરી છે.

આદિપુરમાં બાઇકના શોરૂમમાં  એક શખ્સ  વિરુદ્ધ રૂા.3,25,000ની છેતરપિંડીની ફરિયાદ નોંધાઇ 

આદિપુરમાં બાઇકના શોરૂમમાં એક ગ્રાહકને બાઇક વેચી તેની રકમ પોતે રાખી  તથા અન્ય એક ગ્રાહક પાસેથી એડવાન્સ લઇ શોરૂમમાં જમા ન કરાવી પોતે રકમ રાખી લેતાં એક શખ્સ વિરુદ્ધ રૂા.3,25,000ની છેતરપિંડીની ફરિયાદ નોંધાઇ હતી. આદિપુરમાં  આવેલ કાર્ગો મોટર સાઈકલ એલએલપી જનરલ મેનેજરએ આ બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદી  જાવા યેઝડીના આ શોરૂમમાં હતા, ત્યારે રાપરના એક શખ્સ અને અન્ય વ્યક્તિ ત્યાં આવ્યા હતા અને સેલ્સ મેનેજર  કયાં છે અમારી બાઇકની લોન તમે શા માટે અટકાવો છો ? તેવા પ્રશ્નો કર્યા હતા. આ વ્યકિતએ રૂપિયા આપી દીધા હોવા છતાં આવું થતાં ફરિયાદીએ તપાસ કરી હતી. આ વ્યક્તિએ સેલ્સ મેનેજર ને રૂા.2.85 લાખ આપ્યા હતા. ફરિયાદીએ તે દિવસના સીસીટીવી ફૂટેજ તપાસતાં સેલ્સ મેનેજર પૈસા લેતો અને પોતાના ખિસ્સામાં નાખતો નજરે પડયો હતો. આ શખ્સને ફોન કરાતાં તેનો ફોન બંધ આવ્યો હતો. બાદમાં ફરિયાદી તેના ઘરે જતાં તેણે પૈસા લીધેલાનું જણાવી અને અચાનક પૈસાની જરૂરિયાત ઊભી થતાં પોતે વાપરી નાખ્યા હોવાનું કહ્યું હતું. બનાવ બહાર આવતાં ફરિયાદીએ અન્ય ગ્રાહકોનો પણ સંપર્ક કર્યો હતો, જેમાં એક વ્યક્તિને બાઇકની ડિલિવરી જોઇતી હોવાથી તેમણે પણ એડવાન્સમાં પૈસા આપ્યા હતા. જે કુલ રૂા.40,000 આ સેલ્સ મેનેજર પોતાની પાસે રાખી લીધેલાનું સીસીટીવીમાં જોવા મળ્યું આ શખ્સ વિરુદ્ધ કુલ  રૂા. 3,25,000 ની છેતરપિંડી ની ફરિયાદ પોલીસે નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જળ સમસ્યા બની મોત નું કારણ

 ભુજમાં છેલ્લા 15 દિવસથી વિકરાળ બનેલી જળ સમસ્યા કેટલી ગંભીર હશે કે કોલોનીમાં માંડ મગાવેલું પાણીનું ટેન્કર મહિલા માટે મોતનું કારણ બન્યું હતું. શહેરના ન્યૂ લોટસ કોલોનીમાં લોન્ડ્રીનું કામ કરતા 50 વર્ષીય  મહિલાને ટેન્કરમાંથી પડોશીઓ પેયજળ નહીં આપતાં બાદમાં મહેણાં-ટોણાં મારતાં આખરે ગળેફાંસો ખાઈ આપઘાત   કર્યું હોવાથી પાણી જાણે મોતનું કારણ બનતાં પોલીસે તપાસ હાથ ધરી  છે. શહેરની પાણી સમસ્યા હિંસક બની હોવાના બનાવ અંગે ગઈકાલે જ ફરિયાદ  નોંધાઈ હતી ત્યારે પાણીની કટોકટીને લઈ ન્યૂ લોટસ કોલોનીમાં ટેન્કર મગાવાયા બાદ પડોશીઓની કથિત પજવણીને લઈને 50 વર્ષીય આધેડ મહિલાએ  ગળેફાંસો ખાઈને આપઘાત કર્યાની ફરિયાદ મૃતકના પુત્રીએ  12 પડોશીઓ વિરુદ્ધ નામજોગ ગઈકાલે નોંધાવી છે. મૃતકે હિન્દીમાં લખેલી સ્યૂસાઈડ નોટ પણ પોલીસને મળી  છે. આ બનાવ ભલે આપઘાતનો છે, પરંતુ એની પાછળના કારણમાં ભુજમાં પાણીની ગંભીર કટોકટી પરોક્ષ જવાબદાર છે. એકાદ પખવાડિયાથી પાણી માટે ભુજવાસીઓએ સંઘર્ષ કરવો પડી રહ્યો છે. પાણી મુદ્દે મહિલાએ આત્મહત્યા કરી હોય એવી ઘટના અભૂતપૂર્વ છે. આ બનાવ અંગે મૃતક  પુત્રી  એ બી-ડિવિઝન પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ તેમના પિતાનું ચૌદ વર્ષ પહેલાં અકસ્માતમાં મોત થયું હતું અને માતા જમનાબેન ભુજમાં ન્યૂ લોટસ કોલોનીમાં એકલા રહેતાં અને લોન્ડ્રીનું કામકાજ કરતા હતા. દસેક દિવસ પહેલાં ફરિયાદીને મૃતક માતાનો ફોન આવ્યો હતો અને તેમણે  જણાવ્યું કે શહેરમાં પાણીની સમસ્યા હોવાથી ટેન્કરથી પાણી આપે છે પરંતુ પડોશીઓ પાણી ભરી લે છે અને તેમને પાણી ભરવા દેતા નથી અને મને એકલી જોઈ ગાળો આપે છે. આથી ફરિયાદી પુત્રીએ માતાને શાંત રહેવાની સલાહ આપીને થોડા દિવસમાં આવી જશે તેવું આશ્વાસન આપ્યું હતું. બાદમાં  ફરી ફરિયાદીને માતાનો ફોન આવ્યો હતો અને પડોશીઓ ઝપ્પા-ઝપ્પી કરી બીભત્સ ગાળો આપતા હોવાનું રડતાં-રડતાં જણાવ્યું હતું આ બાદ બીજા દિવસે મહિલાએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધાની કરુણ ઘટના સામે આવી હતી. મહિલાએ  હિન્દી ભાષામાં સ્યૂસાઈડ નોટ લખી હતી જેમાં આરોપીઓનાં નામ અને વિગતો લખી છેમહિલાને  મરવા મજબૂર કરવા સબબ આરોપીઓ  તમામ ન્યૂ લોટસ કોલોની-ભુજ   વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે વિવિધ કલમો તળે ગુનો દાખલ કરી આગળની  તપાસ હાથ ધરી છે.

શહેરના બસપોર્ટ પાસે ઘાતક હથિયારો સાથે આવેલાં ટોળાંએ ગાડી પર કર્યો હુમલો

શહેરના બસપોર્ટ પાસે રાતે 10 વાગ્યા આસપાસ ઘાતક હથિયારો સાથે આવેલાં ટોળાંએ ઊભેલી  ગાડી ના કાચ તોડી પાડયા હતા અને થોડીવાર બાદ ટુ વ્હીલરો લઇ અન્ય એક જૂથ પણ હથિયારો સાથે પહોચી આવ્યો હતો. બૂમા બૂમ   કરતાં માહોલ દહેશતભર્યો થયો હતો. આ બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી, પરંતુ આ પહેલાં ટોળું નાસી ગયુ.સૂત્રો દ્વારા મળેલી માહિતી મુજબ જૂની અદાવતનાં પગલે આ બનાવ બન્યો હતો. કુહાડી, ધોકા અને ધારિયાથી આવેલા પ્રથમ જૂથે ભુજ ઇંડા ભંડાર પાસે ઊભેલી કાળી ગાડીના આગળપાછળ અને બારીના કાચ તોડતાં લોકો એકત્ર થઇ ગયા હતા. જો કે, કારમાં કોઇ હાજર ન હોવાનું નજરે જોનારાઓએ  જણાવ્યું હતું. આ દહેશતભરી ઘટના બાદ થોડી જ મિનીટોમાં અન્ય જૂથ પણ ટુ વ્હીલરો પર બે-ત્રણ સવારી સાથે ધોકા-ધારિયા લઇને આવ્યો હતો અને બૂમા બૂમ   કરી દહેશતનો માહોલ સર્જ્યો હતો. બનાવની જાણ થતાં પોલીસ અને પત્રકારો ઘટનાસ્થળે પહોચી  ગયા હતા. પોલીસે આસપાસથી વિગતો મેળવી આગળની  કાયવાહી હાથ ધરી છે.

ફિલ્મ અભિનેતા સલમાન ખાન ના ઘર પર ફાયરિંગ કરનાર લોરેન્સ બિસ્નોઈ ગેંગ ના બે આરોપીઓને પકડી પાડતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ, પશ્ચિમ કચ્છ-ભુજ

ફિલ્મ અભિનેતા સલમાન ખાન ના ઘર પર ફાયરિંગ કરનાર લોરેન્સ બિસ્નોઈ ગેંગ ના બે આરોપીઓને પકડી પાડતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ,...

ભુજના મદનપુરમાં માર્ગ પર ટ્રેલર પલ્ટી મારી જતાં માર્ગ બંધ થતાં લોકોને હાલાકીનો સામનો કરવો  પડી રહ્યો છે

ટ્રેલર હાઈ વોલ્ટેજ વિજલાઈનને અડી ગયું જેથી ટ્રેલર ચાલકને વીજ કરંટ લાગ્યો હતો ગઈકાલે બપોરે ટ્રેલર પલ્ટી મારી ગયું ટ્રેલર...

નુંધાતડમાં ડમ્પરે બાઈકને  અડફેટે લેતાં ગંભીર ઈજાના  પગલે બાઈક ચાલકનું મોત 

copy image  નુંધાતડમાં ડમ્પરે ગામના બાઈક ચાલકને  અડફેટે લેતાં ગંભીર ઈજાના પગલે તેનું મોત થયું   હતું યુવક બાઈક લઈ કનકપર જવા નીકળ્યો, પરંતુ ગામ મૂકે તે પહેલા કાળ નળ્યો. નુંધાતડના માર્ગ અકસ્માતમાં મોતના બનાવ અંગે કોઠારા પોલીસ મથકે મૃતકના મોટાભાઈએ નોંધાવેલી ફરિયાદ મુજબ  સવારના આરસામાં  તેમના નાનાભાઈ બાઈક લઈને કનકપર જઈ રહ્યાં  હતા . ત્યાં તે નુંધાતડમાં  રોડ ઉપર ડમ્પર  જેના ચાલકે પૂર ઝડપે - બેદરકારીથી ડમ્પર ચલાવી યુવકની બાઈકને અડફેટે લઈ લીધો હતો. ચાલક અકસ્માત બાદ ડમ્પર મૂકી ભાગી  ગયો હતો યુવકને માથામાં ગંભીર ઈજા થતાં તેને એમ્બ્યુલન્સ મારફત નલિયાની સરકારી હોસ્પિટલમાં...

નાઇટ પેટરોલીીંગ દરમ્યાન શ્ચશકારની પ્રવૃતી કરવા આવેલ બેઇસમોનેગેરકાયદેસર હાથ બનાવટની દેશી બીંદુક તથા શ્ચશકાર કરલેવન્યજીવ સાથે પકડી પાડતી પધ્ધર પોલીસ

પોલીસ અધિક્ષકશ્રી મહેન્દ્ર બગધિયા સાહેબશ્રી પધિમ કચ્છ-ભુજનાઓ તથારધિરાજધસિંહ જાિેજા નાયબ પોલીસ અધિક્ષકશ્રી ભુજ ધિભાગ,ભુજ તથા સકકલ પો.ઇન્દ્સ.આર.એન.ચૌહાણ ભુજ નાઓએ ચુિંટણી...