Year: 2024
ભચાઉમાં માસૂમ બાળકનું ગળું દબાવી હત્યા
https://youtu.be/NIwTSWBX5gM
ભારાસરમાં પરિણીતાનો ગળેફાંસો ખાઇ આપઘાત
https://youtu.be/hJO8WyxZVew
વાગડમાં વધુ ચાર બંદૂક સાથે ચાર શખ્સની અટક
https://youtu.be/ZCNF8UIMuDs
ભચાઉમાં સગીર કાકાએ બે વર્ષીય ભત્રીજાનું ગળું દબાવી હત્યા કરી
copy image ભચાઉના હિંમતપુરા વિસ્તારમાં રહેનાર એક વર્ષ અને 10 માસના બાળકને દુકાને કુરકુરે અપાવવા લઇ જઇ એક કિશોર કૌટુંબિક કાકાએ બાળકનું ગળું દબાવી તેની હત્યા કરી પાણીના ખાડામાં ફેંકી દીધો હતો. માસૂમ બાળકની હત્યાના પગલે અરેરાટી પ્રસરી હતી. પોલીસના સ આપતાં જણાવ્યું હતું કે, મૂળ મધ્યપ્રદેશના શખ્સ છેલ્લા વીસેક વર્ષથી ભચાઉમાં રહે છે. કુલ્ફી વેચીને પેટિયું રળતા આ શ્રમિકને ત્રણ દીકરી બાદ પુત્ર થયો હતો. હિંમતપુરા વિસ્તારમાં રહેનાર આ શ્રમિક ઉપર આભ ફાટી પડયું હતું. આ શ્રમિકના મામાનો દીકરો 17 વર્ષીય આરોપી વારંવાર અહીં કૌટુંબિક ભાઇની મદદ માટે આવતો હતો. આ કિશોરને ફરિયાદીના પત્ની બાળકને તારે સંભાળવાનું છે, તારે આ બાળકને રમાડવાનું છે તેવું...
ગુંદાલા નજીક ટ્રેઈલરના હડફેટમાં આવતા બાઈકચાલકનું મોત
copy image મુન્દ્રા તાલુકાના ગુંદાલા નજીક પેટ્રોલપંપ પાસે અજાણ્યા ટ્રેઇલરની હડફેટે બાઈક ચાલક યુવાનનું મોત થતા અરેરાટી પ્રસરી હતી. સૂત્રો...
કુનરિયાના વાડી વિસ્તારમાં ભૂંગાંમાંથી 87 હજારના મુદ્દામાલની ચોરી
copy image કુનરિયાની સીમના વાડી વિસ્તારના બે ભૂંગાંને તસ્કરોએ નિશાન બનાવી દાગીનાના માલ-સામાન ભરેલી બે પેટી તફડાવી દાગીના-રોકડ કાઢીને દૂર ફેંકી દેતાં દાગીના, રોકડ અને મોબાઇલ સહિત રૂ. 87,100ના મુદ્દામાલની ચોરી થયાની ફરિયાદ નોંધાઇ હતી . આ અંગે માધાપર પોલીસ મથકે કુનરિયા ગામના વાડી વિસ્તારમાં એક શખ્સ ની વાડીમાં ભૂંગાંમાં રહેતા શખ્સે નોંધાવેલી ફરિયાદ અનુસાર તા. 25/4ના રાતે 11 વાગ્યે સૂઇ ગયા બાદ તેના સાળાએ તેનો પોતાનો મોબાઇલ ચાર્જિંગમાં મૂક્યો હતો જે બે વાગ્યે લેવા જતાં જોવા મળ્યો ન હતો. આથી ફરિયાદીને ઉઠાડતાં આ મોબાઇલ ઉપરાંત ભૂંગાંમાં રાખેલી સામાનની પેટી પણ ગૂમ હતી. બાજુમાં જ ફરિયાદીના સાળાનું ભૂંગું હતું . તે ભૂંગાંમાં પણ જઇને જોયું તો સામાન ભરવાની પેટી ન હતી. આજુબાજુ વાડીમાં તપાસ કરતાં થોડેક દૂર તાળાં તૂટેલી અને સામાન વેરવિખેર સાથે પેટી પડી હતી. ફરિયાદીની પેટીમાંથી સોનાની બે બુટ્ટી કિં. રૂા. 21000, ચાંદીના પટ્ટા કિં. રૂા. 22000, ચાંદીની પોંચી કિં. રૂા. 5000, ચાંદીનો લૂસ રૂા. 5000, ચાંદીનું મંગળસૂત્ર કિં. રૂા. 4000, રોકડા રૂા. 6000 તેમજ સાળાના ભૂંગાંની પેટીમાંથી સોનાની વીંટી રૂા. 6000, ચાંદીની વીંટી કિં. રૂા. 500, ચાંદીનું ચગદું કિં. રૂા....
તુણાના વાડીવિસ્તારમાં વીજમોટર થકી વીજશોક લાગતાં વૃદ્ધનું મોત
copy image અંજાર તાલુકાના તુણા ગામના વાડીવિસ્તારમાં વીજ મોટર ચાલુ કરવા જતાં વીજશોક લાગતાં વૃદ્ધ નું મોત થયું હતું, તુણા ગામના વાડીવિસ્તારમાં વાડી ધરાવનારા વૃદ્ધ સવારના આરસામાં પોતાની વાડીએ હતા. વૃદ્ધ પાણી માટે વીજ મોટર ચાલુ કરવા ચાંપ દબાવવા જતાં તેમને વીજશોક લાગ્યો હતો. આ બનાવમાં ગંભીર રીતે ઘવાયેલા વૃદ્ધને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા ત્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી .
ભચાઉમાં અકસ્માતના જુદા-જુદા બનાવમાં બે યુવાનોના મોત
copy image ભચાઉ માર્ગ પર અકસ્માતના જુદા-જુદા બનાવમાં જૂની મોટી ચીરઈ રેલવે બ્રિજ પર ટ્રેઈલરની ટક્કરે યુવાન નું મોત થયું હતું. જ્યારે વાંઢિયાથી લખાપર જતા રોડ ઉપર ટ્રેક્ટર ચાલકે બાઈકને હડફેટે લેતાં શખ્સને કાળ ભરખી ગયો હતો. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ તા. 22/5ના બપોરના અરસામાં આ બનાવ બન્યો હતો. જૂનાવાડા ખાતે રહેતા એક શખ્સનો પુત્ર ભઠ્ઠામાં મજૂરીકામ કરતો હતો. ઓવરબ્રિજ પાસે ટ્રેક્ટરમાં પંચર થતાં પાછળ ઊભા હતા. તે દરમિયાન ટ્રેઈલરના ચાલકે યુવાનને હડફેટે લેતાં ગંભીર ઈજાથી યુવાનનું મોત નીપજ્યું હતું. અકસ્માતની અન્ય ઘટના વાંઢિયા ખાતે એક...
વેકરાની બે વાડીમાંથી બોરના વાયરની તસ્કરી
copy image માંડવી તાલુકાના વેકરાની બે વાડીમાંથી પાણીના બોરના વાયર કિં. રૂા. 12 હજારની તસ્કરી થતાં ફરિયાદ નોંધાવાઇ હતી ગઢશીશા પોલીસ મથકે રામપર (વેકરા)માં રહેતા ખેડૂતએ નોંધાવેલી ફરિયાદ અનુસાર વેકરાની સીમમાં સ્વામિનારાયણ મંદિરની જમીનમાં ફરિયાદી 10 વર્ષથી વાવેતર કરે છે. રાત થી સવાર સુધી આ વાડીમાંથી પાણીના બોરના 40 મીટર વાયર કિં. રૂા. 8000 અને બાજુની વાડીના માલિકની વાડીમાંથી બોરનો 20 મીટર વાયર કિં. રૂા. 4000 એમ કુલે રૂા. 12,000ના વાયરની કોઇ અજાણ્યો ચોર ચોરી કરી લઈ ગયો છે . પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી...