Month: April 2024

આજરોજ રામનવમીના પવિત્ર તહેવાર નિમિત્તે દરેક મંદિરોમાં રામધૂન મહા આરતી તેમજ ભજન કીર્તન નું કરાયું આયોજન

આજરોજ રામનવમીના પવિત્ર તહેવાર નિમિત્તે દરેક મંદિરોમાં રામધૂન મહા આરતી તેમજ ભજન કીર્તન નું કરાયું આયોજન જેમાં કેરા ખાતે સ્વામિનારાયણ...

રાપર તાલુકામાં માતાએ ચાર સંતાનો સાથે ઝેરી દવા ગટગટાવી

copy image રાપર તાલુકાના આણંદપર ગામે ચાર સંતાન સાથે માતાએ ઝેરી દવા પી લેતાં તમામને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં મહિલાની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે. મળેલી વિગતો મુજબ  રાપર તાલુકાના આણંદપર ગામમાં રહેતા દંપતી વચ્ચે પારિવારિક કલેહ થયો હતો, જેથી કંટાળીને  સાંજના પાંચેક વાગ્યાના અરસામાં સીમમાં આવેલા ખેતરમાં મહિલાએ પોતાના ચાર સંતાન સાથે ઝેરી દવા પી લીધી હતી. બનાવની જાણ થતાં માતા તેમજ ચાર સંતાનને તાત્કાલિક રાપરની સરકારી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, જ્યાં બાળકોની હાલત સ્વસ્થ હોવાનું જ્યારે મહિલાને અન્ય હોસ્પિટલમાં દાખલ કરાયાનું જાણવા મળ્યું હતું.  બનાવ સંદર્ભે બાલાસર પોલીસ મથકના પીએસઆનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે, પતિ, પત્ની વચ્ચે ખટરાગ થતાં મહિલાએ ચાર સંતાન સાથે દવા પી લીધી હતી, જેમાં મહિલાને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ઘટના અંગે હજુ સુધી કોઈ નોંધ થઈ નથી. તેમ છતાં પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. બીજી તરફ વાગડ પંથકમાં ચાર સંતાન સાથે માતાએ ઝેરી દવા પી લેવાનો બનાવ સામે  આવતાં ચકચાર મચી ગઇ હતી.  

 નખત્રાણામાં  ધાણીપાસા વડે જુગાર રમતા બે દરોડામાં 11 જુગારીને પકડી પાડયા હતા, જ્યારે ત્રણ ખેલી ભાગી ગયા  

copy image નખત્રાણા પોલીસે દેશલપર ની પૂર્વ બાજુ ધાણીપાસા અને ગંજીપાના વડે બે પડ જમાવી જુગાર રમતા બે દરોડામાં 11 જુગારીને પકડી  પાડયા હતા, જ્યારે ત્રણ ખેલી ભાગી ગયા  હતા, નખત્રાણા પોલીસને પેટ્રોલિંગ દરમ્યાન મળેલી માહિતીના  આધારે દેશલપર ની પૂર્વ બાજુ બાવળની ઝાડીમાં ગંજીપાના વડે જુગાર રમતા વ્યક્તિઓને  રોકડા રૂા. 16,150ના મુદ્દામાલ સાથે ઝડપી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી જ્યારે ભચાઉ તાલુકાના નાની ચીરઇમાં જાહેરમાં જુગાર રમતા પાંચ ખેલીને રોકડા રૂા. 11,800 સાથે પકડી પાડયા હતા.  આ જ વિસ્તારમાં બીજીતરફ  નદીપટમાં ધાણીપાસા વડે જુગાર રમતા વ્યક્તિઓ નાસી છૂટયા હતા. આ દરોડા દરમ્યાન પોલીસે રોકડા રૂા. 13,110નો મુદ્દામાલ જપ્ત કરી નવ જુગારી વિરુદ્ધ ફરિયાદ કરી  આગળ...

આદિપુરમાં બાઇકના શોરૂમમાં  એક શખ્સ  વિરુદ્ધ રૂા.3,25,000ની છેતરપિંડીની ફરિયાદ નોંધાઇ 

આદિપુરમાં બાઇકના શોરૂમમાં એક ગ્રાહકને બાઇક વેચી તેની રકમ પોતે રાખી  તથા અન્ય એક ગ્રાહક પાસેથી એડવાન્સ લઇ શોરૂમમાં જમા ન કરાવી પોતે રકમ રાખી લેતાં એક શખ્સ વિરુદ્ધ રૂા.3,25,000ની છેતરપિંડીની ફરિયાદ નોંધાઇ હતી. આદિપુરમાં  આવેલ કાર્ગો મોટર સાઈકલ એલએલપી જનરલ મેનેજરએ આ બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદી  જાવા યેઝડીના આ શોરૂમમાં હતા, ત્યારે રાપરના એક શખ્સ અને અન્ય વ્યક્તિ ત્યાં આવ્યા હતા અને સેલ્સ મેનેજર  કયાં છે અમારી બાઇકની લોન તમે શા માટે અટકાવો છો ? તેવા પ્રશ્નો કર્યા હતા. આ વ્યકિતએ રૂપિયા આપી દીધા હોવા છતાં આવું થતાં ફરિયાદીએ તપાસ કરી હતી. આ વ્યક્તિએ સેલ્સ મેનેજર ને રૂા.2.85 લાખ આપ્યા હતા. ફરિયાદીએ તે દિવસના સીસીટીવી ફૂટેજ તપાસતાં સેલ્સ મેનેજર પૈસા લેતો અને પોતાના ખિસ્સામાં નાખતો નજરે પડયો હતો. આ શખ્સને ફોન કરાતાં તેનો ફોન બંધ આવ્યો હતો. બાદમાં ફરિયાદી તેના ઘરે જતાં તેણે પૈસા લીધેલાનું જણાવી અને અચાનક પૈસાની જરૂરિયાત ઊભી થતાં પોતે વાપરી નાખ્યા હોવાનું કહ્યું હતું. બનાવ બહાર આવતાં ફરિયાદીએ અન્ય ગ્રાહકોનો પણ સંપર્ક કર્યો હતો, જેમાં એક વ્યક્તિને બાઇકની ડિલિવરી જોઇતી હોવાથી તેમણે પણ એડવાન્સમાં પૈસા આપ્યા હતા. જે કુલ રૂા.40,000 આ સેલ્સ મેનેજર પોતાની પાસે રાખી લીધેલાનું સીસીટીવીમાં જોવા મળ્યું આ શખ્સ વિરુદ્ધ કુલ  રૂા. 3,25,000 ની છેતરપિંડી ની ફરિયાદ પોલીસે નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.