નખત્રાણામાં ધાણીપાસા વડે જુગાર રમતા બે દરોડામાં 11 જુગારીને પકડી પાડયા હતા, જ્યારે ત્રણ ખેલી ભાગી ગયા
નખત્રાણા પોલીસે દેશલપર ની પૂર્વ બાજુ ધાણીપાસા અને ગંજીપાના વડે બે પડ જમાવી જુગાર રમતા બે દરોડામાં 11 જુગારીને પકડી પાડયા હતા, જ્યારે ત્રણ ખેલી ભાગી ગયા હતા, નખત્રાણા પોલીસને પેટ્રોલિંગ દરમ્યાન મળેલી માહિતીના આધારે દેશલપર ની પૂર્વ બાજુ બાવળની ઝાડીમાં ગંજીપાના વડે જુગાર રમતા વ્યક્તિઓને રોકડા રૂા. 16,150ના મુદ્દામાલ સાથે ઝડપી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી જ્યારે ભચાઉ તાલુકાના નાની ચીરઇમાં જાહેરમાં જુગાર રમતા પાંચ ખેલીને રોકડા રૂા. 11,800 સાથે પકડી પાડયા હતા. આ જ વિસ્તારમાં બીજીતરફ નદીપટમાં ધાણીપાસા વડે જુગાર રમતા વ્યક્તિઓ નાસી છૂટયા હતા. આ દરોડા દરમ્યાન પોલીસે રોકડા રૂા. 13,110નો મુદ્દામાલ જપ્ત કરી નવ જુગારી વિરુદ્ધ ફરિયાદ કરી આગળ ની કાર્યવાહી હાથ ધરી હતી