કચ્છ કબરાવ મોગલધામ બાપુ શું કહે છે શું કહે છે સાંભળો તેના શબ્દોમાં ભાગ બે
https://youtu.be/Mnot-Djeu2Y
https://youtu.be/Mnot-Djeu2Y
https://youtu.be/WwFDd_3Lv-I
copy image માધાપરના ધોરીમાર્ગ પર ભુડિયા ફાર્મ હાઉસમાં કામ કરતા લાખોંદના એક યુવાનએ ઝેરી દવા પી પોતાનો જીવ ગુમાવી દીધો હતો.માધાપર ધોરીમાર્ગ પર આવેલા ભુડિયા ફાર્મ હાઉસ પર કામ કરતા લાખોંદના નવયુવાન એ રાતે ફાર્મ હાઉસ પર કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવીને પોતાનો જીવ ગુમાવ્યો હતો. યુવાનના પિતા પણ ભુડિયા ફાર્મ હાઉસ પર કામ કરતા હતા. માધાપર પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી મરવા પાછળનાં કારણો અંગે તપાસ હાથ ધરી છે.
નખત્રાણાના નવાનગરમાં રાતે 8થી 12.30 વાગ્યા દરમ્યાન એક બંધ ઘરને ચોર એ નિશાન બનાવી ઘરનાં તાળાં તોડી કબાટમાંથી સોનાં-ચાંદીના દાગીના અને રોકડ સહિત કુલ રૂા. 84,900ના મુદ્દામાલની ચોરી થયાનો બનાવ સામે આવ્યો છે. આ અંગે નખત્રાણા પોલીસ મથકે નવાગરમાં રહેતી પરિણીતા એ નોંધાવેલી ફરિયાદ અનુસાર સસરાનાં ઘરે મહેમાન આવ્યા હોવાથી ફરિયાદી અને તેના પતિ સાંજે 7 વાગ્યે જમવા ગયા હતા. રાત્રે 8 વાગ્યે પાણી ભરવા મહિલા પરત ઘરે આવ્યા બાદ પરત સસરાનાં ઘરે ગયા હતા અને મધ્ય રાત્રે 12.30 વાગ્યે પાછા ઘરે આવતાં ઘરનાં તાળાં તૂટેલાં હતાં. ઘરની લોખંડની તિજોરી તૂટેલી હાલમાં હતી. આ તિજોરીમાંથી એક જોડી સોનાંના બુટિયા કિં. રૂા. 30,000, ત્રણ સોનાંની વીંટી કિં. રૂા. 30,000, ચાંદીના પાટલા કિં. રૂા. 3000, બે જોડી ચાંદીના પટ્ટા કિં. રૂા. 12,000, બે ચાંદીની પોંચી કિં. રૂા. 8000 એક ચાંદીની પેંડલવાળી ચેઈન કિં. રૂા. 700 તથા રોકડા રૂા. 1200 એમ કુલે રૂા. 84,900ના મુદ્દામાલની કોઈ અજાણ્યો ઈસમ ચોરી કરી લઈ ગયાની ફરિયાદ નોંધાવી છે. નખત્રાણા પોલીસે ચોરીની ફરિયાદ નોંધી આગળ ની તપાસ હાથ ધરી છે.
copy image આસંબિયા સીમની વાડીમાં બનેવીના વિયોગમાં સાળાએ તેની જેમ જ ગળેફાંસો ખાઈ મોતને વહાલું કરી લીધું હતું કોડાય પોલીસ મથકે, યુવાનના પિતા એ નોંધાવેલી ફરિયાદ અનુસાર સાંજે આસંબિયાની સીમમાં એક શખ્સની વાડીમાં આવેલા મુરઘા ફાર્મમાં તેમના પુત્ર એ પતરાની આડી સાથે રસ્સો બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. યુવાન ના સગા બનેવીએ આશરે દસેક દિવસ પહેલાં ગળેફાંસો ખાઈ જીવ દીધો હતો આ બનાવ...
copy image શહેરનાં બેન્કિંગ સર્કલ વિસ્તારમાં આવેલી પાનની એક દુકાનમાંથી પ્રતિબંધિત વેપ ઈ-સિગારેટ જેની કિમત રૂા. 56,000ના મુદામાલ સાથે શખ્સની પોલીસે ધરપકડ કરી હતી. સિગારેટ આપનારનું નામ બહાર આવ્યું હતું, પરંતુ આરોપી પોલીસ પકડથી દૂર રહ્યો છે. શહેરના બેન્કિંગ સર્કલ વિસ્તારમાં રાત્રે પોલીસે કાર્યવાહી કરી હતી. આ વિસ્તારમાં આવેલ ફલેવર પાન પાર્લર નામની દુકાનમાં પ્રતિબંધિત ઇ-સિગારેટનું વેચાણ થતું હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસે આ દુકાનમાં દોરડો પડ્યો હતો. આ દુકાનમાં કાઉન્ટર ટેબલ નીચે તપાસ કરાતાં ઇ- સિગારેટનો જથ્થો મળી આવ્યો હતો. આ પ્રતિબંધિત વસ્તુનો વેચાણ કરનાર દુકાનદાર ની પોલીસે ધરપકડ કરી હતી. દુકાનમાંથી એલ્ફબાર લેમનમિન્ટ, સ્ટ્રોબરી આઇસ, જ્યુસી પીચ, પીચ આઇસ, પીચ ઓલોન્ગ, બ્લુરેઝ આઇસ, રાસ્પબેરી, પેશન ફૂટ ઓરેંજ, પિન્ક લેમન, પીચ આઇક્રીમ, કોલા આઇસ, એલોંગ્રેપ, સ્ટ્રોબરી આઇક્રીમ, બિગ બોક્સની કોકિન કોફી, ક્રેઝી મેંગો, કોલાસોડા, ગમ્મીબેઅર તથા યૌટો થાનોસની એનર્જાડ્રિંક આઇસ, ડબલ એપલ, મિન્ટ આઇસ, પીચ આઇસ, પેશન ફ્રૂટ, બ્લુબેરી આઇસ, મિલ્ક કોફી વગેરે મળીને કુલ્લ 43 વેપ (બોક્સ) કિંમત રૂા. 56,000નો મુદામાલ હસ્તગત કરવામાં આવ્યો હતો. આ શખ્સે ગુરુકુળ વિસ્તારમાં રહેતા શખ્શ ની પાસેથી આ જથ્થો લીધો હતો, પણ તે શખ્શ હાથમાં આવ્યો ન હતો. શહેર સંકુલની આવી અનેક દુકાનોમાં ઇ-સિગારેટ મળતી હોવાનું સૂત્રો દ્વારા...
copy image શહેરના ગુરુકુળ વિસ્તારમાં રહેનારા એક મહિલાની બસની ટિકિટ બૂકિંગ ન થતાં પૈસા પરત મેળવવા જતાં મહિલા સાથે રૂા. 2,89,258ની છેતરપિંડી ઠગબાજોએ કરી હતી.શહેરના ગુરુકુળ વિસ્તારમાં રહેનારા મહિલા એ આ ઘટના અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે ફરિયાદીએ પોતાના મોબાઇલમાં મેક માય ટ્રિપ એપ્લિકેશન ખોલી ફેલ્કોન ટ્રાવેલ્સમાં ગાંધીધામથી અમદાવાદની એક ટિકિટ બૂક કરાવી હતી, જેના રૂા. 706 કપાયા હતા, પરંતુ ટિકિટ બૂક ન થતાં મહિલાએ મેક માય ટ્રિપ એપ્લિકેશનમાં જઇ કસ્ટમર કેર પર ફોન કર્યો હતો. સામા છેડેથી ઠગબાજે વીડિયો કોલ કરી હું જેમ કહું તેમ કરવાનું કહ્યું હતું. બાદમાં ફરિયાદીએ સ્ક્રીન શેરિંગ નામનું બટન દબાવી ડેબિટકાર્ડ વગેરેની વિગતો, ઓટીપી આ ઠગબાજને આપી દીધા હતા. થોડીવાર બાદ તેમના બેંક ખાતાંમાંથી પૈસા નીકળવાનું શરૂ થઇ ગયું હતું. જુદા જુદા ટ્રાન્જેક્શન થકી આ ઠગબાજોએ મહિલાના ખાતામાંથી કુલ રૂા. 5,29,151 સેરવી લીધા હતા. પોતાની સાથે છેતરપિંડી થઇ...
https://youtu.be/Sc5vBS_NVS8
https://youtu.be/CiSyNgwP2oA
https://youtu.be/yAr4_JC0eks