આસંબિયા સીમની વાડીમાં બનેવીની યાદમાં સાળાએ તેની જેમ જ ગળેફાંસો ખાઈ મોતને વ્હાલું કર્યું
આસંબિયા સીમની વાડીમાં બનેવીના વિયોગમાં સાળાએ તેની જેમ જ ગળેફાંસો ખાઈ મોતને વહાલું કરી લીધું હતું કોડાય પોલીસ મથકે, યુવાનના પિતા એ નોંધાવેલી ફરિયાદ અનુસાર સાંજે આસંબિયાની સીમમાં એક શખ્સની વાડીમાં આવેલા મુરઘા ફાર્મમાં તેમના પુત્ર એ પતરાની આડી સાથે રસ્સો બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. યુવાન ના સગા બનેવીએ આશરે દસેક દિવસ પહેલાં ગળેફાંસો ખાઈ જીવ દીધો હતો આ બનાવ નાં દુ:ખને લઈને તેણે અંતિમ પગલું ભરી લીધાનું પિતાએ જાહેર કર્યું છે. કોડાય પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.