Month: May 2024

નાડાપા પાસે વીજકરંટથી માદા દીપડાનું  મોત

copy image હબાય-નાડાપા વચ્ચે  રાતના આરસામાંજીવતા વીજતારના કરંટ થકી માદા દીપડાનું મોત થયાના અહેવાલ  મળ્યા હતા  આ અંગે મળેલી વિગતો અનુસાર રાતના  જે જગ્યાએ માદા દીપડાનું મોત થયું હતું  ત્યાં વીજ  થાંભલો જમીનથી માત્ર દોઢ ફૂટ જ દેખાતો બાકીનો ભાગ ચાઇનાકલેના ખરાબાના ઢગલાથી ભરાયેલો છે,  આ ઢગલા માદા દીપડાના મોતનુંકારણ બન્યાનું પ્રાથમિક અનુમાન સામે આવ્યું છે. માદા દીપડાના મોતના  અહેવાલ  મળતાં આ અંગે દક્ષિણ ક્ષેત્રના આર.એફ.ઓ. કે. બી.નો સંપર્ક કરતાંતેમણે જણાવ્યું હતું કે, નાડાપા પાસે વીજ થાંભલા નજીક મૃત માદા દીપડાના મોઢામાં ક્તૂરાનો શિકાર  હતો. આમ કૂતરાના શિકાર બાદ તે જીવતા વીજતારના સંપર્કમાં આવી જતાં વીજશોક લાગવાથી મોત  થયાનું પ્રાથમિક  રીતે લાગી રહ્યું છે.  મોતનું સ્પષ્ટ કારણ પોસ્ટમોર્ટમના રિપોર્ટ બાદ જાણવા મળશે.

મથડાના યુવાનને   વડોદરાની યુવતી સાથે   લગ્ન કરવા ભારે પડ્યા

copy image અંજારના મથડા ગામમાં રહેતા એક યુવાનને વડોદરાની યુવતી સાથે લગ્ન કરતાં થઈ છેતરપિંડી આ યુવતી સાથે લગ્ન કરાવી દલાલોએ   રૂા. 1,63,000 હડપ કરી જતાં ચાર મહિલા અને  સાત લોકો વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી મથડા ગામે રહી ફરસાણની દુકાન ચલાવતા શખ્સે   આ બનાવ અંગે ફરિયાદ નોંધાવી હતી. તેમના એકના એક દીકરાની સગાઈ થઈ ન હોવાથી તેમણે ગામમાં રહેતા વ્યક્તિને  અને તેના પત્નીને કોઈ છોકરી ધ્યાનમાં હોય તો જાણ કરવા કહ્યું હતું. બાદમાં દલાલ મહિલાએ કહ્યું વડોદરામાં એક શખ્સ છે જે સગાઈ-લગ્ન કરાવી આપશે, પણ બે લાખ રૂપિયા લેશે તેવું જણાવ્યુ હતું. થોડા દિવસ પછી ફરિયાદી અને...

ઝુંપડપટ્ટી વિસ્તારના એક શ્રમિક યુવાને  અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ મોતને વ્હાલું કર્યું

copy image અંજાર અને આદિપુર વચ્ચે   યુવાનના   આપઘાત કર્યાનો  બનાવ સામે આવ્યો હતો.    અંજાર-આદિપુર વચ્ચે શનિદેવ મંદિર સામે રેલ્વે ટ્રેક સમાંતર ઝુંપડપટ્ટી                             વિસ્તારમાં રહેનાર શ્રમિક યુવાને બપોરના આરસામાં  અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ પોતાનો જીવ ગુમાવ્યો  હતો. આ...

રાપરમાં વધુ એક શખ્સ દેશી બંદૂક સાથે ઝડપાયો

copy image રાપરના ત્રંબૌ સરવાવાંઢમાં એક ખેતરમાંથી રૂા. 5000ની દેશી બંદૂક સાથે એક શખ્સને  પોલીસે પકડી પડ્યો હતો. ત્રંબૌ સરવાવાંઢમાં નર્મદા કેનાલ પાસે ખેતર ધરાવનાર એક શખ્સે   પોતાના ખેતરમાં દેશી બંદૂક સંતાડી હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી કરી હતી. ખેતરમાં લીમડાના ઝાડ નીચે આ  શખ્સને પકડીતેને સાથે રાખી ખેતરમાં તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમ્યાન કેનાલ બાજુ આવેલી કાંટાની  વાડમાંથી દેશી બંદૂક મળી આવી હતી. રૂા. 5000ની આ દેશી બંદૂક હસ્તગત કરી શખ્સની પોલીસે અટક કરી હતી. .  આરોપીએ હથિયાર કયાંથી ખરીદયું હતું  તે બહાર આવ્યું ન હતું

ગાંધીધામની જી.આઈ.ડી.સી.માં  શ્રમિક પર લોખંડની પ્લેટ માથાં ઉપર પડતાં  શ્રમિકનું મોત

copy image ગાંધીધામના જી.આઈ.ડી.સી.માં લોખંડની પ્લેટ માથાં ઉપર પડતાં એક શખ્સનું મોત થયું હતું  ગાંધીધામમાં જી.આઈ.ડી.સી. વિસ્તાર સેક્ટર 10 ચેમ્બર ઓફ કોમર્સની બાજુમાં અક્ષય ટ્રેડિંગ  નામની કંપનીમાં  આ જીવલેણ બનાવ બન્યો હતો. સવારના આરસામાં અહિ કામ કરનાર  શ્રમિક કંપનીમાં હતો ત્યારે ક્રેઈન લોડિંગ થઈ રહ્યું હતું. ત્યા લોખંડની એક પ્લેટ શ્રમિક ઉપર  પડતા તેને ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી હતી.  યુવાનને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા        બાદ સારવાર હેઠળ તેમનું મોત નીપજયું...