રાપરમાં વધુ એક શખ્સ દેશી બંદૂક સાથે ઝડપાયો
રાપરના ત્રંબૌ સરવાવાંઢમાં એક ખેતરમાંથી રૂા. 5000ની દેશી બંદૂક સાથે એક શખ્સને પોલીસે પકડી પડ્યો હતો. ત્રંબૌ સરવાવાંઢમાં નર્મદા કેનાલ પાસે ખેતર ધરાવનાર એક શખ્સે પોતાના ખેતરમાં દેશી બંદૂક સંતાડી હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી કરી હતી. ખેતરમાં લીમડાના ઝાડ નીચે આ શખ્સને પકડીતેને સાથે રાખી ખેતરમાં તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમ્યાન કેનાલ બાજુ આવેલી કાંટાની વાડમાંથી દેશી બંદૂક મળી આવી હતી. રૂા. 5000ની આ દેશી બંદૂક હસ્તગત કરી શખ્સની પોલીસે અટક કરી હતી. . આરોપીએ હથિયાર કયાંથી ખરીદયું હતું તે બહાર આવ્યું ન હતું